Home> Gujarat
Advertisement
Prev
Next

વધુ એક સગીરા પીંખાઈ! એક મહિનામાં 10થી વધુ વાર શરીરસુખ માણ્યું, આ રીતે મિત્રના ઘરે હવસ સંતોષી

અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ છે. અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષ 2 માસની સગીરાની માતાએ ફરિયાદ નોધાવી છે કે સંજય વાઘેલા નામના 26 વર્ષિય પરણીત યુવકે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યુ છે.

વધુ એક સગીરા પીંખાઈ! એક મહિનામાં 10થી વધુ વાર શરીરસુખ માણ્યું, આ રીતે મિત્રના ઘરે હવસ સંતોષી

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરિણીત યુવકે સગીરાને પોતાની જાળમાં ફસાવી તેના ઘરે તેમજ પોતાની સ્ત્રી મિત્ર અને એક મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. એક મહિનામાં 10થી વધુ વાર શારિરીક સંબંધ બાંધ્યા. જોકે યુવકનો ભાંડો ફૂટતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની મદદ કરનાર બે આરોપીઓને ઝડપી લીધા છે. ત્યારે મુખ્ય આરોપીએ પોલીસથી બચવા માટે દવા ગટગટાવતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 

fallbacks

વલસાડના ધરમપુરમા આભ ફાટ્યું! 7 ઈંચ વરસાદથી હાહાકાર, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો

અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ છે. અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષ 2 માસની સગીરાની માતાએ ફરિયાદ નોધાવી છે કે સંજય વાઘેલા નામના 26 વર્ષિય પરણીત યુવકે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યુ છે. છેલ્લા એક મહિનાથી પરિચયમાં આવેલા સંજય વાઘેલાએ સગીરાને પોતાની વાતોમાં ભોળવી તેની સાથે શારિરીક સંબંધ બાધ્યાં હતા. જોકે સગીરાએ પોલીસ સમક્ષ કબુલ્યુ હતું કે સંજય તેના મિત્રના ઘરે પણ લઈ જઈ ત્યાં શરીર સંબંધ બાંધતો હતો. જેથી પોલીસે તેમની પણ ધરપકડ કરી છે. 

અમદાવાદમાં ફરી છવાયો વરસાદી માહોલ; આ વિસ્તારોમાં જતા હોય સાવધાન, પાણી ભરાયા

અમરાઈવાડી પોલીસની તપાસમાં સામે આવ્યું કે ઝડપાયેલ આરોપી ગીરીશ સિંધવ અને કિંજલ મુખ્ય આરોપી સંજય વાઘેલાની મદદ કરતા હતા. સગીરા અને સંજય જ્યારે ગીરીશના ઘરે મળવા જતા ત્યારે ગીરીશ બહારથી તાળું મારીને જતો રહ્યો હતો, તે સમયે સંજયે સગીરા સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો હતો. સગીરાએ ના પાડવા છતાં આરોપીએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું, જે બાદ આ જ રીતે અવાર નવાર તે સગીરાને ગીરીશ અને કિંજલના ઘરે લઈ જઈ સંબંધ બાંધતો હોવાનુ પોલીસ તપાસમાં સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. જોકે મુખ્ય આરોપી સંજય દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેથી તેની સારવાર ચાલુ છે. 

ઓ બાપ રે! અતિભારે વરસાદથી લઈને ગુજરાતમાં પૂરની શક્યતા! જાણો અંબાલાલ પટેલની ભયાનક આગા

મહત્વનુ છે કે આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે આ અંગે જો કોઈને કહેશે તો તે આત્મહત્યા કરી લેશે અને સગીરાના પરિવારને ફસાવી દેશે. જેથી સગીરા એક મહિના સુધી ચુપચાપ આ અત્યાચાર સહન કરતી હતી. જોકે ફરિયાદ બાદ પણ યુવકે ઝેરી દવા પીધી છે. જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે. 

Video શૂટ કરીને આજી ડેમમાં આપઘાત કરવા ગયેલો યુવક હોસ્પિટલમાં દાખલ થઈ ગયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More