Home> Gujarat
Advertisement
Prev
Next

મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ ઈશ્યુ કર્યું, અમિત શાહ માટે કરી હતી ટિપ્પણી

23 એપ્રિલે જબલપુરની સભામાં રાહુલ ગાંધીએ અમિત શાહ સામે ટિપ્પણી કરી હતી. જેને લઈને કોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે મેટ્રોપોલિટન કોર્ટે ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર ટિપ્પણી કરવાને લઈને રાહુલ ગાંધી સામે સમન્સ ઈશ્યુ કરાયું છે.

મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ ઈશ્યુ કર્યું, અમિત શાહ માટે કરી હતી ટિપ્પણી

આશ્કા જાની/અમદાવાદ :23 એપ્રિલે જબલપુરની સભામાં રાહુલ ગાંધીએ અમિત શાહ સામે ટિપ્પણી કરી હતી. જેને લઈને કોર્ટમાં અરજી કરાઈ હતી. ત્યારે મેટ્રોપોલિટન કોર્ટે ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર ટિપ્પણી કરવાને લઈને રાહુલ ગાંધી સામે સમન્સ ઈશ્યુ કરાયું છે.

fallbacks

વડોદરાના માથે ફરી પૂરનો ખતરો, વિશ્વામિત્રીની સપાટી વધી, વિદ્યાર્થીઓને છોડી દેવાના આદેશ અપાયા

23મી એપ્રિલે જબલપુરની સભામાં રાહુલ ગાંધીએ અમિત શાહ સામે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જે અંગે ખાડીયાના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન ભ્રમભટ્ટ દ્વારા મેટ્રોકોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. મેટ્રો કોર્ટે સમન્સ કાઢ્યા બાદ રાહુલ ગાંધી બેઠકોમાં વ્યસ્ત હોવાથી તેમના વકીલે વધુ સમયની માંગ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે વધુ સમય આપતા વધુ સુનાવણી 11 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

ભરૂચ પાસે નર્મદા નદી વોર્નિંગ લેવલ ક્રોસ કરવાની તૈયારીમાં, 3 ગામ ખાલી કરાવાયા  

રાહુલ ગાંધીએ જબલપુરમાં એક સંબોધનમાં કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ખૂન કેસના આરોપી છે. ત્યાર બાદ અમદાવાદના ખાડિયા વિસ્તારના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી કહ્યું હતું કે, સીબીઆઈ કોર્ટે અમિત શાહને 2 જાન્યુઆરી 2015ના રોજ એન્કાઉન્ટર કેસમાં બિન તહોમત છોડી મુક્યા હતા.જેથી અમિત શાહને ખૂન કેસના આરોપી કહી તેમની બદનામી કરી હોવાથી રાહુલ ગાંધી સામે બદનક્ષીની કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More