અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અનલોક 4માં ગુજરાતભરમાં અનેક સુવિધાઓમાં છૂટછાટ મળી રહી છે. ત્યારે અમદાવાદમાં 7 સપ્ટેમ્બર થી પુનઃ મેટ્રો (Ahmedabad metro) સેવા શરૂ થશે. મેટ્રો ઓથોરિટી દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ સમય દરમ્યાન કોવિડ ગાઈડલાઈન (covid guideline) અમલની ચકાસણી કરવામાં આવશે. કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. વસ્ત્રાલથી એપરલ પાર્ક રૂટ પર મેટ્રો દોડશે. સેવા શરૂ થાય તે પહેલાની કામગીરી આરંભાઈ છે. ટ્રેન, સ્ટેશન સહિતની તમામ જગ્યાએ સેનેટાઈઝેશન શરૂ કરાયું છે. ટ્રેન કોચમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના સ્ટીકર પણ લગાવાઈ રહ્યા છે.
આ પણ વાંચો : સરકારી ભરતી અંગે ગુજરાત સરકારની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત
આ વિશે જીએમઆરસીએલના ઈન્ચાર્જ પીઆરઓ અંકુર પાઠકે જણાવ્યું કે, 25 માર્ચથી મેટ્રો સેવા બંધ કરવામાં આવી હતી. ત્યારે પાંચ મહિના સુધી મેટ્રો સેવા બંધ રહી હતી. અત્યાર સુધી મેટ્રોને રૂ.16 લાખનું નુકશાન થયું છે. મેટ્રો ઓથોરિટી દ્વારા કોવિડ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ટ્રેન અને સ્ટેશન પર પૂર્વ તૈયારીઓ શરૂ કરાઈ છે. કોચ સેનેટાઈઝેશન, સફાઈ અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સ્ટ્રીકરનું ખાસ અમલીકરણ કરવામાં આવશે. આ સમય દરમ્યાન કોવિડ ગાઈડલાઈન અમલની ચકાસણી કરવામાં આવશે. કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે. ટ્રેનમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ટ્રેનમાં બે મુસાફરો વચ્ચે એક સીટ ખાલી રહેશે.
આ સાથે જ તેઓએ કહ્યું કે, મેટ્રો સ્ટેશન ઉપર જ ક્વોરેન્ટાઈન રૂમ પણ બનાવવામાં આવ્યા છે. જેથી આવનારા મુસાફરોને તાત્કાલિક ત્યાં લઈ જવાય. તો સાથે જ જરૂર પડ્યે વધુ સારવાર માટે હોસ્પિટલમાં પણ લઈ જવાશે. આમ, મેટ્રોમાં સલામતીના તમામ પગલા લેવાશે.
કોરોના કાળ બાદ અનલૉક 4માં દેશભરની મેટ્રો ટ્રેન સેવા 7 સપ્ટેમ્બરથી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદની જેમ દિલ્હી મેટ્રો પણ ચાર ફેઝમાં શરૂ થશે. 5 મહિના બાદ દિલ્હી મેટ્રો પણ નવા રંગ રૂપમાં ચાર ફેઝમાં શરૂ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે