Home> Gujarat
Advertisement
Prev
Next

ચાલવા માટે લાકડીના ટેકાની જરૂર પડે છે... છતાં અમદાવાદનું વૃદ્ધ દંપતી મતદાન કરવા પહોંચ્યું

ચાલવા માટે લાકડીના ટેકાની જરૂર પડે છે... છતાં અમદાવાદનું વૃદ્ધ દંપતી મતદાન કરવા પહોંચ્યું
  • લોકશાહીના પર્વની ઉજવણી માટે સૌથી પહેલા વૃદ્ધ મતદારો બહાર નીકળ્યા 
  • 83 વર્ષના અંબાલાલ જાધવ અને પત્ની નિર્મલાબેન જાધવ લાકડીના ટેકે મતદાન કરવા પહોંચ્યા

અમિત રાજપૂત/અમદાવાદ :મહાનગરપાલિકાની ચૂંટણીમાં વહેલી સવારથી જ મતદારો મતદાન બૂથ પહોંચી રહ્યાં છે. ત્યારે સૌથી વધુ ઉત્સાહ વૃદ્ધ મતદારોમાં જોવા મળ્યો છે. વહેલી સવારે જ વૃદ્ધ મતદારો પહોંચી રહ્યાં છે. કેટલાક લાકડીના સહારે, તો કેટલાક વ્હીલચેરના સહારે મતદાન કરવા આવી રહ્યાં છે. ઉંમર થયા છતા તેમનામાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

fallbacks

આ પણ વાંચો : વર્ષ 2015 ની ચૂંટણીમાં તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો

વૃદ્ધ દંપતી લાકડીને ટેકે મતદાન કરવા પહોંચ્યું 
જૂની પેઢીમાં મતદાનનો ઉત્સાહ ગજબ હોય છે. તેનુ ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું. લોકશાહીના પર્વની ઉજવણી માટે સૌથી પહેલા વૃદ્ધ મતદારો બહાર નીકળ્યા છે. ચાલી નથી શક્તા, તકલીફ છે, સહારો લીધો છે છતાં અમદાવાદમાં વૃદ્ધ દંપતી મતદાન કરવા પહોંચ્યું હતું. 83 વર્ષના અંબાલાલ જાધવ અને 83 વર્ષીય તેમના ધર્મપત્ની નિર્મલાબેન જાધવ આજે લાકડીના ટેકે મતદાન કરવા પહોંચ્યા હતા. બંને બરોબર ચાલી શક્તા ન હતા, છતાં મતદાન માટે આવ્યા હતા. જોકે, મતદાન કરવા આવેલુ વૃદ્ધ દંપતી અટવાયુ હતું. આ વિશે અંબાલાલ જાધવે કહ્યું કે, ખૂલતા જ વોટ નાંખીશ તેવું વિચાર્યું હતું. આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ અમારી પાસે ન હતું. 

આ પણ વાંચો : ગુજરાતમાં આજે મતદાનનો મહાદિવસ, 7 ના ટકોરે શરૂ થયું વોટિંગ

fallbacks

તો નિર્મલાબેન જાધવે કહ્યું કે, જ્યારે દેશમાં મતદાન શરૂ થયું ત્યારે હું નાની હતી. ત્યારે હું પ્રચાર કરવા પણ નીકળી હતી. તેથી મારા માટે દરેક ચૂંટણી મહત્વની હોય છે. 

fallbacks

105 વર્ષના લક્ષ્મીબા મતદાન કરશે 
અમદાવાદમાં આજે 105 વર્ષના લક્ષ્મીબા રાવળ પણ મતદાન કરશે. 105 વર્ષે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તૈયાર છે. ખાસ વાત તો એ છે કે, સતત 18 વર્ષથી તેઓ મતદાન કરી રહ્યાં છે. વિકાસ માટે, ગુજરાત અને દેશ માટે મતદાન કરવું જરૂરી છે. 105 વર્ષની ઉંમરે પણ લક્ષ્મીબાનો મતદાનનો જુસ્સો પ્રથમ વખત મતદાન કરનારને શરમાવે તેવો છે. 18 વર્ષની ઉંમરથી તેઓ ક્યારેય મતદાન કરવાનું ચૂકતા નથી. મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભા ચૂંટણી કેમ ન હોય તમામમાં તેઓ મતદાન કરવા અચૂક જાય છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More