Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદની મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ

Ragging In Narendra Modi Medical College : નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કાઉન્સિલ કમિટીનો મોટો નિર્ણય, જુનિયર્સની રેગિંગ કરતા અમદાવાદના 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયા, જુનિયર્સને ના નાહવાની અને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવતા
 

અમદાવાદની મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ

Ahmedabad News ગૌરવ પટેલ/અમદાવાદ : અમદાવાદના મણિનગરમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગીંગની ઘટના સામે આવી છે. જેમાં સિનિયર ડોક્ટર દ્વારા જુનિયર ડોક્ટરનું રેગિંગ કરાતું હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ચાર સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો પાસે રેગિંગ કરાવવામાં આવતું હતું. સમગ્ર મામલો બહાર આવ્યા બાદ 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયા છે.

fallbacks

આ ચાર ડોક્ટરને કરાયા સસ્પેન્ડ

  • ડો વ્રજ વાઘાણી,  ર વર્ષ 
  • ડો શિવાની પટેલ, ૧ વર્ષ 
  • ડો અનેરી નાયક, ૨૫ દિવસ 
  • ડો કરણ પારેજીયા, ૨૫ દિવસ  

જુનિયર ડોક્ટર્સ કરી હતી ફરિયાદ 
જુનિયર ડોક્ટરે 16 મેના રોજ મેડિકલ કોલેજના એચઓડીને આ અંગ ફરિયાદ કરી હતી. એચઓડીએ બંને પક્ષોને સાંભળ્યા સમજાવી મામલો થાળે પાડ્યો હતો. પરંતું જુનિયર ડોક્ટરને સંતોષ ન થતાં 21 મે ના રોજ ફરી ડીનને ફરિયાદ કરી હતી. જેના બાદ 22 તારીખે નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ કાઉન્સિલની કમિટિની મીટીંગ મળી હતી, જેમાં સિનિયર ડોક્ટર્સનો સસ્પેન્શનનો નિર્ણય લેવાયો હતો. સિનિયર ડોક્ટર પોતાના જુનિયર ડોક્ટર પાસે એક-એક એસાઈનમેન્ચ 500 વાર લખાવી માનસિક ત્રાસ આપતા હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું. કુલ ચાર જુનિયર ડોક્ટરનું રેગીંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલા જુનિયર ડોક્ટરનો સમાવેશ થાય છે. 

ગુજરાતમાં ફરી નકલી કચેરી પકડાઈ! તપાસનો રેલો ભાજપના નેતાના પરિવાર સુધી પહોંચ્યો

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાય

જુનિયર ડોક્ટરોનું કેવી રીતે રેગિંગ કરાતું
જુનિયરે પોતાની ફરિયાદમાં કહ્યું કે, સિનિયરોનું માને નહીં તો આઠ દિવસ સુધી નાવાનું નહીં. તેમજ એકનું એક પ્રિસ્ક્રિપ્શન 700 વખત સધી લખાવતા. સાથે જ અપશબ્દો બોલતા હોવાની પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરાઈ છે. સર્જરી વિભાગના હેડ આશિષ પટેલને અનેક વખત  પીડિત વિદ્યાર્થીએ રજૂઆત કરી હતી. આશિશ પટેલ દ્વારા રજૂઆત નહીં સાંભળતા ડીન દીપ્તિ શાહને વિદ્યાર્થીઓના વાલીએ ફરિયાદ કરી હતી. વાલીઓની ફરિયાદને ધ્યાને રાખી તેમજ પુરાવાઓને ધ્યાને રાખી ચાર સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયા છે. 

જેમાં ડોક્ટર વ્રજ વાઘાણીને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાયો છે. ડોક્ટર શિવાની પટેલને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાઈ. અન્ય બે ડોક્ટરને 25 દિવસ માટે કરાયા છે, સસ્પેન્ડ જેમાં એક મહિલા ડોક્ટર પણ સામેલ છે. 

વેક્સીન પણ કામ નહિ કરે એવો કોરોના વાયરસ આવ્યો, નવી લહેરમાં અચાનક વધ્યા કેસ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More