Home> Gujarat
Advertisement
Prev
Next

'વિજ્ઞાન-ગણિતમાં ફેલ થઈ જશે તો શાળા-સોસાયટીમાં કેવી છાપ પડશે', અમદાવાદની બે બાળકીઓ ફિલ્મી રીતે ભાગી, પછી...

Ahmdabad News: અમદાવાદના લો ગાર્ડન વિસ્તાર નજીક આવેલી સમર્થ સ્કૂલમાં અભ્યાસ કરતી અને રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી બે વિદ્યાર્થીઓ આખરે મુંબઈથી હેમખેમ મળી આવી છે. આ ઘટનાને પગલે એલિસબ્રિજ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે અને હવે બંને બાળકીઓને કસ્ટડીમાં લેવા માટે પોલીસ ટીમ મુંબઈ જવા રવાના થઇ છે. 

'વિજ્ઞાન-ગણિતમાં ફેલ થઈ જશે તો શાળા-સોસાયટીમાં કેવી છાપ પડશે', અમદાવાદની બે બાળકીઓ ફિલ્મી રીતે ભાગી, પછી...

Ahmdabad News: અમદાવાદના લો ગાર્ડનમાં ગુમ થયેલી વિદ્યાર્થીની મુંબઈથી મળી આવતા તેમના માતાપિતાએ રાહતના શ્વાસ લીધા. ગત મંગળવારે લૉ ગાર્ડન પાસે આવેલી સમર્થ શાળાની બે વિધાર્થિનીઓ થઈ ગુમ થઈ હતી. પોલીસે તપાસ શરુ કરતા બાળકીઓ મુંબઈથી મળી આવતા પોલીસે પરિવારજનોને દીકરીઓ સુપરત કરી હતી. 

fallbacks

"પેપર પહોંચી ગયું છે", આ કોર્ડથી ચાલી રહ્યો છે ગંદો ખેલ, 29 હનીટ્રેપ ગેંગ સક્રિય!

સમર્થ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થિનીને તેની માતા સવારે શાળા મુકવા આવી હતી. જો કે વિદ્યાર્થીની ક્લાસમાં ન દેખાતા શાળાએ તરત વાલીને જાણ કરી હતી. શાળામાં તપાસ કરતા વિદ્યાર્થીની સાથે ભણતી તેની બહેનપણી પણ ક્લાસમાં દેખાઈ ન હતી. સમગ્ર મામલે વાલીએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરુ કરી હતી.

શાળા તપાસમાં પરિસરમાંથી જ વિધાર્થિનીઓ ગુમ થતા પોલીસે CCTV ની તપાસ શરુ કરી હતી. CCTV માં બાળકીને તેની માતા શાળામાં મુકવા આવે અને અને બાળકી ક્લાસમાં જવાને બદલે તેની મિત્ર સાથે શાળાના પાછળના ભાગેથી બહાર જતી દેખાય છે. પોલીસે વધુ તપાસ કરતા જાણ થઇ કે બંને વિદ્યાર્થીનીઓ શાળાએથી પરિમલ ગાર્ડન પહોંચી ત્યાં શાળાના કપડાં બદલી બંને મુંબઈ જવા રવાના થયાં. 

ભાગ્યે જ જોવા મળતો રેર ઓફ ધ રેર રોગ ગુજરાતમાં નોંધાયો! જાણો આ બિમારીનો છે કોઈ ઈલાજ

જોકે વિદ્યાર્થીનીઓને અમદાવાદથી મુંબઈ જવા બસ ના મળતા તેઓ અમદાવાદથી સુરત અને સુરતથી મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈમાં તેમની પાસે રહેલા પૈસા વપરાય જતા એક વિદ્યાર્થીનીએ અજાણ્યા વ્યક્તિના ફોનથી પોતાના પિતાને પોતે મુંબઈ હોવાની વાત કહી હતી. જ્યાં પોલીસની મદદથી વિદ્યાર્થીનીઓને પરત ઘરે લાવવામાં આવી હતી. 

સમગ્ર મામલે પૂછતાછ કરતા વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે પોતે વિજ્ઞાન અને ગણિતમાં ફેલ થઇ જશે તેવો તેમને ડર હતો. ફેલ થશે તો શાળા અને સોસાયટીમાં કેવી છાપ પડશે તેની બીકે તેઓ મુંબઈ જતા રહ્યા.

મહારાષ્ટ્ર પછી આ રાજ્યમાં ભાષાની લડાઈ, મોદી અને કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More