મૌલિક ધામેચા/અમદાવાદ: નિકોલમા આવેલી કન્સ્ટ્રક્શન સાઇટમાં ભેખડ ધરસાઈ થતા ત્રણ શ્રમિકોના માટીમાં દટાઇ જતા મોત થયા હતા. આ સાઇટ પર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક ભેખડ ઘસી પડતા ચાર જેટલા મજૂર માટીમાં દટાયા હતા. જેમાંથી શ્રમિકોને બચાવી લેવામાં આવ્યો છે.
ઘટનાની જામ થતા પોલીસને કોફલો અને ફાયરનીટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ઘટના સ્થળ પહોચ્યાં હતા. ફાયરની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરતા એક શ્રમિકને બચાવી લેવામાં આવ્યો હતો. અને અન્ય ત્રણ શ્રમિકોનો મોત થયાની પોલીસ દ્વારા પૃષ્ટિ કરી દેવમાં આવી છે.
પોલીસ અને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવેલા શ્રમિકોના મૃત દેહને પીએમ અર્થે હોસ્ટિલમાં ખસેડવામાં આવ્યા છે. ઝોન ડીસીપી પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. કલ્પ ઇન્ડસ્ટ્રી પાર્કની સાઇટમાં ભેખડ પડતા ત્રણ લોકોના મોત થયા છે. પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે, કે સાઇટ પર માલિકો દ્વારા બેદરકારી દાખવવ બદલ ગુનો દાખલ કરવામાં આવશે.
ડીસીપી દ્વારા માહિતી આપતા જણાવામાં આવ્યું કે હાલ તો આ સ્થળ પર ભેખડ પડવાથી મોત થતા કન્સ્ટ્રક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. અને જ્યાં સુધી પુરતી સુરક્ષા વ્યવસ્થા નહિ કરવામાં આવે ત્યાં સુધી અહિ કોઇ પણ પ્રકારનું કામ થઇ શકશે નહિં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે