અમદાવાદ: અમદાવાદના બોપલમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકીમાં 3 લોકોના મોત થયાને હજી ગણતરીના દિવસો થયા છે. ત્યારે અમદાવાદના નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવામાં 7 લોકો દટાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
એસ.પી. રીંગ રોડ પાસે આલેવા નિકોલમાં ભોજલધામ પાસે પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો હતો. મળતી માહિતી મુજબ આ ટાંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવામાં આવી રહી હતી. ઘટનાની જાણ થતા 7 જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ટાંકી ઘરાશાઈ થતા કાટમાળમાં દટાયેલા 6 લોકોને બચાવ કરવામાં આવ્યા હતા. બે લોકો હજી કાટમાળમા દટાયા હતા. ફાયર બ્રિગેટના 30 જેટલા જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે. ફાયરના જવાનો દ્વારા જણાવામાં આવેલી માહિતી અનુસાર બચાવ કામગીરી લાબી ચાલી શકે છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે