Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: ધનતેરસના દિવસે માસિક આવતા સમગ્ર પરિવારે પુત્રવધુ સાથે એવું કર્યું કે...

શહેરમાં રહેતી એક યુવતીને લગ્ન બાદસાસરિયાનો વિચિત્ર ત્રાસ સહન કરવાનો વારો આવ્યો હતો. પતિ સહિતનાં સાસરિયાઓ તેને ત્રાસ આપીને સતત દહેજની માંગ કરતા હતા. ધનતેરસના દિવસે માસિક આવતા સાસુએ તેને પોતાની પુત્રી સાથે પિયર જતા રહેવા માટે કહ્યું હતું. પુજામાં બેસવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત યુવતીને ગર્ભ રહેતા ગર્ભપાત કરવા માટે પણ દબાણ કરવા કહ્યું હતું. 

AHMEDABAD: ધનતેરસના દિવસે માસિક આવતા સમગ્ર પરિવારે પુત્રવધુ સાથે એવું કર્યું કે...

અમદાવાદ : શહેરમાં રહેતી એક યુવતીને લગ્ન બાદસાસરિયાનો વિચિત્ર ત્રાસ સહન કરવાનો વારો આવ્યો હતો. પતિ સહિતનાં સાસરિયાઓ તેને ત્રાસ આપીને સતત દહેજની માંગ કરતા હતા. ધનતેરસના દિવસે માસિક આવતા સાસુએ તેને પોતાની પુત્રી સાથે પિયર જતા રહેવા માટે કહ્યું હતું. પુજામાં બેસવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત યુવતીને ગર્ભ રહેતા ગર્ભપાત કરવા માટે પણ દબાણ કરવા કહ્યું હતું. 

fallbacks

પતિ જ્યારે અમેરિકા જવાનો હતો ત્યારે વિઝા પ્રોસેસ કરવાનું કહીને તેનો પાસપોર્ટ લઇને જતો રહ્યો હતો. ત્યાર બાદ યુવતીને સાસરિયાઓ જ્યાં છે તેની જાણ સુદ્ધા નહોતી. સોશિયલ મીડિયા પર તસવીરો જોઇને તેનો પરિવાર અમેરિકામાં હોવાનું સામે આવ્યું હતું. હાલ આ અંગે પરણિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. શહેરના કાલુપુરમાં રહેતી 37 વર્ષની યુવતી એન્જિનિયરિંગ કરી ચુકી છે. 2012 માં યુવતીના લગ્ન ઘાટલોડીયાના એક યુવાન સાથે થયા હતા. જો કે લગ્નના એક માસ બાદ સાસરિયાઓએ વિવિધ મુદ્દે તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 

પતિની નોકરી મુંબઇ લાગતા તેઓ ત્યાં રહેવા ગયા હતા. જો કે ત્યાં પણ કાલુપુરનું તેમનું મકાન વેચીને મુંબઇના મકાન માટે પૈસા આપવા દબાણ કરતા હતા. 2013 માં યુવતી ગર્ભવતિ થતા દીકરી જ આવશે તેવું કહીને તેને માર મારવાનો શરૂ કર્યો હતો. તું તો કંઇ કમાતી નથી દિકરી આવશે તો તેની જવાબદારી કોણ લેશે તેમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 2013 માં યુવતીએ પુત્રીને જન્મ આપ્યો જો કે સાસરિયાના લોકો આવ્યા નહોતા. 

ત્યાર બાદ તેના વિઝા પ્રોસેસ કરવાનું કહીને પાસપોર્ટ પણ મંગાવ્યો હતો. ત્યાર બાદ આખો પરિવાર જ ગુમ થઇ ગયો હતો. તપાસ કરતા તેઓ અમેરિકા જતા રહ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. હાલ તો પોલીસે આ અંગેનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More