મૌલિક ધામેચ/અમદાવાદ: સેટેલાઇટ ખાતે આવેલ ઈસરોમા ફરી એક વાર આગ લાગતા દોડ ધામ મચી હતી. ઈસરોના સ્ટોર રૂમમાં સૉર્ટ સર્કિટને કારણે આગ લાગતા નાશ ભાગ મચી હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા 8થી વધુ ફાયર ફાઈટરો સાથે ફાયરના ઉચ્ચ અધિકરી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ આગમાં પર થોડી વારમાં જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
વધુમાં વાંચો...અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રેલીમાં જોડાયા 5 હજાર કાર્યકર્તા
આગને કારણે સ્ટોર રૂમમાં રહેલ સ્ટેશનરીનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગય. તો બે કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડએ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, ઈસરોમાં અગાઉ પણ એકવાર આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં પણ તંત્રએ ભારે જહેમત કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે