Gold Price Today દર્શલ રાવલ/અમદાવાદ : સોનાના ભાવે હાલ તેની ઐતિહાસિક સપાટી વટાવી છે. જ્યા સોનાનો ભાવ ₹1,00,000 સુધી પહોંચ્યો છે. જે ભાવ વધવાના કારણે બજારમાં ખરીદી ઘટતા વેપારીઓ પર અસર સર્જાઈ છે. તો લોકોએ પણ ભાવ વધતા ખરીદી કરવાનું ઓછું કર્યું છ. પણ તમને ખ્યાલ નહિ હોય કે આ જે સોનું હાલ એક લાખ ઉપર પહોંચ્યું છ. તે જ સોનું કેટલાક લોકોએ કેટલાક વર્ષો પહેલા 18 રૂપિયા ભાવે પણ ખરીદ્યું હતું. આવા જ એક પરિવાર સાથે zee 24 કલાકે વાત કરી. તો તેમાં સોનાના. બજાર પર તેમનું શુ માનવું છ. તે માટે જુઓ આ અહેવાલ..
સોનુ કે જે સ્ત્રીનું ઘરેણું કહેવાય, સોનું જે સ્ત્રી નો શણગાર કહેવાય, સોનું કે જેને ગુજરાતીઓ એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જુએ છે. જે સોનાનો ભાવ ક્યારેય ઉતરતો નથી અને માત્ર વધતો હોય છે માટે ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ સોનું સારું ગણાય છે. જેને લઈને લોકો પ્રસંગોપાત કે ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ સમયાંતરે સોનાની ખરીદી પણ કરતા હોય છે. પરંતુ હાલમાં સમય એવો આવ્યો છે કે જે સોનું ચાર વર્ષ પહેલાં 50,000 ની આસપાસ કિંમતમાં મળતું તે જ સોનું હાલ એક લાખની આસપાસ કિંમતે મળતું થતાં સોનાના બજારમાં મંદીનો માહોલ છવાયો છે. જેની વેપારીઓ ઉપર અસર છે તો લોકો પણ સોનાની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.
એક સમય એવો હતો કે જ્યારે આ જ સોનું લોકો પ્રસંગોપાત અને સમયાંતરે ખરીદતા, કેમકે હાલનો જે ભાવ છે તેના કરતાં કેટલાક વર્ષો પહેલા તે જ સમયની બજાર પરિસ્થિતિ સામે એટલે કે નાણાંની સામે ભાવ યોગ્ય હતા તેવું લોકોનું માનવું છે. આવા જ એક ત્રણ પેઢીના પરિવાર સાથે zee 24 કલાકે મુલાકાત કરી. જે પરિવારે 50000 ની આસપાસ સોનાની ખરીદી કરી. તે જ પરિવારે 4000 માં પણ સોનું ખરીદ્યું છે અને 18 રૂપિયા ભાવે પણ સોનું ખરીદ્યું છે. જે પરિવાર છે સરસપુરમાં રહેતો પંડ્યા પરિવાર. જે પંડ્યા પરિવારમાં દાદા - દાદી. પુત્ર -પુત્ર વધુ. પૌત્ર -પૌત્ર વધુ સહિત 12 સભ્યો સાથે મળી રહે છે. જે પંડ્યા પરિવારમાં દાદા પદ્મકાન્ત નંદલાલ પંડ્યાકે જેમનો જન્મ 1931માં થયો જેઓ 95 વર્ષના છે. તેમને તેમના 1931 જન્મ સમયે 18 રૂપિયામાં ખરીદી કરી અને લગ્ન 1958માં 70 રૂપિયામાં ખરીદી કરી. તો તેમના 85 વર્ષીય પુત્ર ધર્મેન્દ્ર પદ્મકાંત પંડ્યાએ 1993માં તેમના લગ્ન સનયર 4 હજારમાં સોનાની ખરીદી કરી. ને ધર્મેન્દ્ર પંડ્યાએ તેમના લગ્ન સમય અને તેમના પુત્રના લગ્ન સમયના અને હાલના ભાવમાં જમીન આસમાન નો ફરક હોવાની વાત કરી..
શહેરમાં પંડ્યાએ પરિવાર એક એવો પરિવાર છે જ્યાં ત્રણ પેઢીના 12 સભ્યો સાથે રહે છે. જેઓએ સોનાના અલગ અલગ ભાવ જોયા છે. જો પરિવારના સભ્ય ના લગ્ન પ્રમાણે જોઇએ તો..
પહેલી પેઢી
દાદા પદ્મકાંત નંદલાલ પંડ્યા. 95વર્ષ. 1931 નો જન્મ. 1958માં લગ્ન
દાદી... મહાલક્ષ્મી પદ્મકાન્ત પંડ્યા. 85 વર્ષ
1931મા જન્મ સમયે 19 રૂપિયા ભાવ હતો
1958માં 60 રૂપિયા આસપાસ ભાવ
બીજી પેઢી..
પુત્ર ધર્મેન્દ્ર પદ્મકાન્ત પંડ્યા. 60 વર્ષ. 1964 નો જન્મ. લગ્ન 1993મા
પુત્રવધૂ દર્શના ધર્મેન્દ્ર પંડ્યા. 56 વર્ષ
1993માં લગ્ન સમયે 4 હજાર આસપાસ
ત્રીજી પેઢી
પૌત્ર. સોહમ ધર્મેન્દ્ર પંડ્યા. 27 વર્ષ. 1998નો જન્મ. લગ્ન બાકી
પૌત્ર. પરમ ધર્મેન્દ્ર પંડ્યા. 31 વર્ષ. 1994નો જન્મ. લગ્ન 2021 માં થયા. લગ્ન સમયે 48 હજાર આસપાસ ભાવ હતો
અમૃતા પરમ પંડ્યા
બીજી પેઢી
બીજો પુત્ર. પ્રકાશ પદ્મકાન્ત પંડ્યા. 56 વર્ષ. 1968 નો જન્મ. લગ્ન 1996 માં
બીજા પુત્રવધુ. કેતનબેન પ્રકાશ પંડ્યા
1996માં લગ્ન સમયે 5 હજાર આસપાસ ભાવ હતો
ત્રીજી પેઢી
પૌત્રી. હેલી પ્રકાશ પંડ્યા. 28 વર્ષ. 1997 જન્મ. લગ્ન 2024 માં થયા.
લગ્ન સમયે 75 હજાર આસપાસ ભાવ હતો
બીજી પૌત્રી..નમ્રતા પ્રકાશ પંડ્યા
સોનના ભાવ વધતા સ્ત્રીનો શણગાર છીનવાયો
આમ પંડ્યા પરિવારમાં દાદાથી લઈ દીકરાના દીકરા સુધીના સભ્યો સાથે રહે છે. જે તમામે અલગ અલગ વર્ષમાં સોનાના અલગ અલગ ભાવ જોયા છે અને તેની ખરીદી કરી છે. જ્યાં પુત્ર અને પુત્ર વધુનું માનવું છે કે આ ભાવ વધારાની અસર સીધી તેમના પર પડી છે. જેના કારણે સ્ત્રીનો શણગાર છીનવાઈ ગયો છે. તેમજ ભાવ વધતા હવે આગામી લગ્ન પ્રસંગમાં ઘરેણાં લેવા કે નહીં તે પણ એક વિચાર બની જશે. તેવું બીજી પેઢીનું માનવું છે.
તો નવી પેઢીએ તો આવનાર સમયમાં જે પહેલા પ્રસનગમાં ઘરેણાં ગિફ્ટમાં મળતા તે ગાયબ થવા અને સોનુ ખરીદી પર કામ મુકવો મળશે તેવી ચિંતા વ્યક્ત કરી. કેમ કે નવી પેઢીનું માનવું છે કે તેમના પિતાના લગ્ન ઘરેણાં સાથે 2 લાખમાં થયા. પોતાના લગ્ન ઘરેણાં સાથે 20 લાખમાં થયા. પણ હવે આવનાર સમયમાં આ ખર્ચ 5 ગણો વધી જશે તેવું પણ પંડ્યા પરિવાર ની નવી પેઢી માની રહી છે. જે સૌથી મોટી અસર સોના બજાર ની કહી શકાય.
સામાન્ય રીતે સોનાના ભાવ જોતા. 2010 સુધી 500 કે 1 હજાર કે 2 હજાર આસપાસ ભાવ વધતો. 2010 બાદ 4 હજાર આસપાસ વધઘટ જોવા મળતી. જે બાદ ભાવ ઘટ્યો અને 2015 થી ભાવ વધવાનું શરૂ થયું. જે હાલ સુધી રોકાયો નથી. અને 2015માં જે ભાવ 30 હજાર આસપાસ હતો તે ભાવ 2020માં 50 હજાર આસપાસ પહોંચ્યો અને હાલ તે ભાવ 1 લાખ આસપાસ પહોંચ્યો. જે જંગી વધારો કહી શકાય. જેની પાછળ વિવિધ કારણો જવાબદાર મનાઈ રહ્યા છે. પણ તેમાં સૌથી મોટી અસર આગળ વધતી પેઢીઓ પર જોવા મળી રહી છે. અને આગામી સમયમાં આ અસર ક્યાં સુધી પહોંચશે તે એક મોટો પ્રશ્ન છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે