Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: દર્દીની લાશ દાણીલીમડા BRTS બસ સ્ટેન્ડ પાસેથી મળવા મામલે CMએ આપ્યાં તપાસના આદેશ

તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દીની લાશ દાણીલીમડાના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી મળી આવવાની ઘટનાએ રાજ્યમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તલસ્પર્શી તપાસ માટે આદેશ આપ્યા છે. 

અમદાવાદ: દર્દીની લાશ દાણીલીમડા BRTS બસ સ્ટેન્ડ પાસેથી મળવા મામલે CMએ આપ્યાં તપાસના આદેશ

હિતલ પારેખ, ગાંધીનગર: તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દીની લાશ દાણીલીમડાના બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી મળી આવવાની ઘટનાએ રાજ્યમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તલસ્પર્શી તપાસ માટે આદેશ આપ્યા છે. 

fallbacks

GSEB: ધોરણ 12 સાયન્સનું પરિણામ આ વર્ષે 0.56% ઘટ્યું, જાણો ક્યાં સૌથી વધુ અને ક્યાં સૌથી ઓછું પરિણામ 

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે પી ગુપ્તાને સોંપવાનો નિર્ણય લીધો છે. તેમણે તેમને પોતાનો આ તપાસ અહેવાલ 24 કલાકમાં રાજ્ય સ

શું છે મામલો?
આ સમગ્ર ઘટના મામલે એવી સ્પષ્ટતા આપવામાં આવી હતી કે મૃતક વ્યક્તિને 10 તારીખે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો તો. 14 તારીખે મૃતકને શરદી અને ખાસીની સારવાર કરીને રજા આપવામાં આવી હતી. મૃતકને સરકારી વાહનમાં દાણીલીમડા ખાતે ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ત્યાં જ સૂઈ ગયો અને તેનું મૃત્યુ થયું. સમગ્ર ઘટનાની જાણ BRTS ગાર્ડે પોલીસને કરી હતી. પોલીસે મૃતકના પરિવારને શોધીને લાશ તેમના હવાલે કરી હતી.

જુઓ LIVE TV

કેમ ચકચાર મચી?
બીજી બાજુ મીડિયા રિપોર્ટ્સ મુજબ દાણીલીમડામાં રહેતા એક વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર ચાલુ હતી. પરંતુ શુક્રવારે તેમનો મૃતદેહ દાણીલીમડાના બીઆરટીએસ બસ સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. ખુબ  રહસ્યમય રીતે કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ આ રીતે બસ સ્ટેશનથી મળી આવતા ચકચાર મચી હતી. વૃદ્ધના પરિવારજનો પોતે ચોંકી ગયા હતાં. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More