Home> Gujarat
Advertisement
Prev
Next

Ahmedabad Plane Crash Death: પુત્રનો મૃતદેહ મળ્યો પણ વળતર નહીં, દીકરો ઉંઘમાં જ મોતને ભેટી ગયો

Ahmedabad Plane Crash: અમદાવાદમાં (Ahmedabad) ચાની દુકાન જ પરિવાર માટે મુખ્ય આજીવિકાનો સ્ત્રોત હતી, જ્યારે સુરેશ પટણી થોડી કમાણી માટે ઓટોરિક્ષા ચલાવતા હતા. આ ગરીબ પરિવારનો કમાનાર હવે રહ્યો નથી, દીકરો મા ને ચાની કીટલી પર ટિફિન લઈને આવ્યો હતો એ હવે સ્વર્ગે સિધાવી ગયો છે. પરિવાર એ આશા રાખીને બેઠો છે કે વળતર મળશે...

Ahmedabad Plane Crash Death: પુત્રનો મૃતદેહ મળ્યો પણ વળતર નહીં, દીકરો ઉંઘમાં જ મોતને ભેટી ગયો

Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાનું (Air india plane crash) વિમાન ક્રેશ થયું ત્યારે ચાની દુકાન પાસે સૂઈ રહેલા આકાશ પટણી (14)નું પણ મોત થયું હતું. આકાશનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે. આકાશ પટણીના પિતા સુરેશ પટણી કહે છે કે, સોમવારે મોડી રાત્રે તેમને મૃતદેહ લેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ રાત્રે મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવા માગતા ન હોવાથી મંગળવારે સવારે મૃતદેહ લઈ ગયા હતા.

fallbacks

પટણી પરિવારને શબઘર દ્વારા સોંપવામાં આવેલા મૃતદેહની સેજ ગુલાબની પાંખડીઓથી સજાવેલી હતી.  મંગળવારે સવારે મૃતદેહ લઈ જતી અંતિમયાત્રા દરમિયાન ચામુંડા સ્મશાનના પ્રવેશદ્વાર પર એક ઝાડ પર આકાશના હસતા ચહેરાવાળા પોસ્ટર લટકાવવામાં આવ્યા હતા.

પિતાના અંતિમ સંસ્કાર માટે લંડનથી આવ્યો હતો દીકરો, આંગણામાં ભીડ જોઈને પત્ની બેભાન

ટિફિન લઈને આવ્યો હતો દીકરો
સુરેશ પટણીએ વધુમાં કહે છે કે, તેમના પત્ની સીતાબેન પટણી પણ આ દુર્ઘટનામાં દાજી ગયા છે. એમને સર્જરી કરાવવી પડી છે, પરંતુ ડોક્ટરોએ તેમને ખાતરી આપી છે કે તેઓ સ્વસ્થ થઈ જશે. જોકે, તેમને સિવિલ હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે તે અંગે કોઈ સમય અપાયો નથી. 

મા સળગી પણ દોડીને બચી ગઈ
સીતાબેન અકસ્માત સ્થળની નજીક ચાની કીટલી ચલાવતા હતા અને 12 જૂને મેડિકલ કોલેજ કેમ્પસમાં વિમાન ક્રેશ થયું ત્યારે આકાશ તેમને બપોરનું ભોજન આપવા આવ્યો હતો. સીતાબેન દાઝી ગયા પછી પણ સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા, પરંતુ આકાશ ટીફિન આપીને સૂઈ ગયો એ બાદમાં ક્યારે ઉઠ્યો જ નહીં

શા માટે આવ્યા હતા?અમદાવાદ પ્લેન ક્રેશમા મૃત્યુ પામેલા 7 પોર્ટુગીઝની કહાની રડાવી દેશે

ચાની દુકાન પરિવારની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હતો, જ્યારે સુરેશ પટણી થોડી કમાણી માટે ઓટોરિક્ષા ચલાવે છે. જોકે, તેમનું કહેવું છે કે, આટલા દિવસો પછી પણ તેમને અધિકારીઓ તરફથી કોઈ વળતર અંગે કોઈ સમાચાર મળ્યા નથી. તેમનું કહેવું છે કે જો વિમાનમાં સવાર મુસાફરોને વળતર મળે છે, તો તેમના જેવા લોકો જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે, તેમને પણ વળતર મળવું જોઈએ. તેમને આશા છે કે કોઈ આ અંગે તેમનો કોઈ સંપર્ક કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More