Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજીક તત્વોએ વિસ્તાર બાનમાં લીધો હતો અને હથિયાર સાથે આતંક મચાવ્યો હતો. આ વખતે તો અસમાજીક તત્વોએ હદ કરી નાંખી હતી. પ્રજાના રક્ષક એવા પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો અને જાણે કે પોલીસના કોમ્બિંગ ન કોઈ ડર જ ન હોય તેમ જાહેર રોડ તલવારો સાથે જોવા મળ્યા હતા. ત્યારે અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થા પર પકડ રાખવા માટે પોલીસ કમિશ્નર દ્વારા શરૂ કરવામાં આવેલ કોમ્બિંગનો અસામાજિક તત્વોને જાણે કે કોઈ ડર કે અસર ના થઈ હોય એવું લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે શહેરનાં રખિયાલ અને બાપુનગર વિસ્તારને લુખ્ખા તત્વોએ જાણે કે બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સર્વર ઉર્ફે કડવા, ફઝલ, અન્ની રાજપૂત, અલ્તાફ ઉર્ફે જુમ્મન, મહેફૂજ અને સમીર ઉર્ફે ચીકનો નામના આરોપી મર્ડરના ગુનામાં આજીવન કેદ ભોગવી રહેલ અને હાલમાં પેરોલ જંપ કરેલ સલમાનને શોધવા માટે નીકળ્યા હતાં અને નુર મહેલ હોટલ પાસે ઉભેલા સલમાનના ભાઈને પૂછતા તેને સલમાન અંગે કઈ જાણ ના હોવાનું કહ્યું હતું. જેથી આરોપીઓ ઉશ્કેરાઇને તેના પર હુમલો કર્યો હતો. જેથી તે ત્યાંથી ભાગી જઈને ઘટનાની જાણ પોલીસને કરી હતી.
દવાઓ બેઅસર, હવે ભગવાન જ સહારો! દુષ્કર્મ પીડિતાની પહેલી સર્જરી ફેલ, પેટના ટાંકા તૂટી
પોલીસને બેદરકારી ભારે પડી
શું છે મામલો
અમદાવાદના રખિયાલમાં ગરીબ નગર પાસે અસામાજિક તત્વોના આતંક મામલે મહત્વના સમાચાર સામે આવ્યાં હતા. રખિયાલની નૂર હોટેલથી શરૂ થયેલ માથાકૂટ બાપુનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પહોંચી હતી. રખિયાલમાં આતંક મચાવનાર ટોળકી બાપુનગર પહોંચતા પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરી શકી નહીં. પોલીસ ખુદ હવે ડરવા લાગી છે તો પછી સામાન્ય લોકોનું શું થશે? આવી રીતે લુખ્ખા તત્વો પોલીસ પર ભારે કેવી રીતે પડ્યા? પોલીસ મામલો થાળે પાડવા માટે ગઈ હતી કે ત્યાથી ભાગવા માટે?
આમ પોલીસને પડકાર તો ફેંક્યો પણ પોલીસે જ પડકાર આપ્યો અને કાયદો હાથમાં લેનાર આખરે પોલીસ સકંજામાં આવી ગયા છે. આ આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માગ કરાઈ રહી છે.
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક ચારેતરફ ફેલાઈ રહ્યો છે. અસામાજિક તત્વોએ રખિયાલ વિસ્તારને બાનમાં લીધો હતો. હાથમાં તલવાર સાથે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હતો. અસામાજિક તત્વો જાણે બેખૌફ બન્યા હોય તેવું લાગે છે. અસામાજિક તત્વોને કાયદાનો ડર રહ્યો નથી. પોલીસે સમગ્ર કેસમાં સમીર શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. તો તેના બાદ અમદાવાદ શહેર PCB એ ફઝલ નામના આરોપીની ધરપકડ કરી હતી. જુનેદ નામના આરોપીએ ફઝલને છરી મારી હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
બાપુનગર રખિયાલમાં આતંક મચાવવાનો મામલામાં પોલીસ પર હુમલો કરનાર ફઝલનાં વીડિયો સામે આવ્યા છે. ફઝલે પોતાના સ્ટેટસમાં ધમકી આપતા વીડિયો મૂક્યા છે. તેની સાથે સરવર ઉર્ફે કડવો પણ વીડિયોમાં હાજર છે. અન્ય એક વીડિયોમાં ફઝલ દારૂ પાર્ટી કરતો જોવા મળ્યો છે. તલવારો સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
રખિયાલ ઘટનામાં બે પોલીસ કર્મી સસ્પેન્ડ
ફરજમાં બેદરકારી રાખવા બાદલ PCR વાનના બે પોલીસ કર્મી સસ્પેન્ડ કરાયા છે. ઘટના સ્થળેથી નીકળી ગયેલા પોલીસ કર્મીઓ વિરૂદ્ધ તપાસ થશે. પોલીસે મુખ્ય બે આરોપીઓને પકડી લીધા છે. ફઝલ શેખ અને સમીર શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે.
સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારે કરી ફાયદાની જાહેરાત, મળશે આટલા ટકા રિબેટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે