જાવૈદ સૈયદ/અમદાવાદ: ઇસનપુરમાંથી ઝડપાયેલા માનવ તસ્કરી કૌભાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર પ્રકાશ મરાઠીની ધરપકડ કરી છે. મહિલા આરોપી માયા સાથે મળી પ્રકાશ મરાઠી સગીરાઓને લગ્નના નામે વેચવાનું કૌભાંડ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. માનવ તસ્કરી રેકેટમાં માયાનો સાગરીત પ્રકાશ બાપુનગર ખાતેથી પોલિસને હાથ ઝડપાઇ ગયો છે.
ઘટનાની વાત કરીયે ઇસનપુરમાંથી દોઢ વર્ષ પહેલા યુવતીઓ અપહરણ કરી માયા અને પ્રકાશએ વેચી હતી. એટલું જ નહી માયા અને પ્રકાશ મરાઠી લગ્ન કરનાર યુવકને યુવતીઓના રૂપિયા 2થી 5 લાખમાં સોદા કરતા હતા. ઇસનપુરની પીડિતા પરત આવતા સમગ્ર માયા અને પ્રકાશના માનવ સોદાબાજીના ખેલનો પર્દાફાશ થયો છે.
આરોપી પ્રકાશ મરાઠી અન્ય મહેશ નામના યુવક મારફતે માયા સથવારાના સંપર્કમાં આવ્યો હતો. પ્રકાશ લગ્ન કરવા ઇચ્છુક યુવકો શોધતો હતો અને મહેશ યુવતીઓ શોધતો. ત્યાર બાદ માયા યુવતીઓની મોટી બહેન બની તેંમના લગ્નના નામે વેચી દેતી. દોઢ વર્ષથી માયા અને પ્રકાશ આ માનવ તસ્કરી રેકેટ ચલાવતા હતા. અનેક યુવતીઓને માયા અને પ્રકાશએ આ માનવ તસ્કરી કૌભાંડમાં વેચી હોવાનું સામે આવ્યું છે.
મહેશ નામનો યુવક કે માયાની સૌથી ખાસ હતો. તેની પણ આ કૌભાંડમાં સંડોવણી સામે આવી છે. તો કાગાડપીઠમાંથી અપહરણ થયેલ સગીરાની તપાસ કરી રહેલ સીબીઆઈ પણ હવે માયા અને પ્રકાસની પૂછપરછ કરશે. ત્યારે હાલ તો પોલીસે પ્રકાશ મરાઠીની ધરપકડ કરી મહેશ નામના સાગરીતની શોધખોળ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે