અમિત રાજપૂત/અમદાવાદ :લોકડાઉન (Lockdown) ની સ્થિતિ બાદ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા અંગે લીધેલા પગલા અંગે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં 144ની કલમના ભંગના અને 188 મુજબ કુલ 79 કેસ કર્યા છે. અમદાવાદ માં જે કાર્યવાહી થઈ રહી છે તેમાં 842 ગુના નોંધ્યા છે. 2490 લોકોની ધરપકડ કરાઈ છે. ડ્રોનની મદદથી કરેલી કામગીરીમાં પણ કેસ દાખલ થયા છે. આ માટે કુલ 8 ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. જેમાં 8 ગુના ગઈકાલે નોંધ્યા છે અને 39ની ધરપકડ કરાઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે, 2391ની ધરપકડ કરાઈ છે. 269, 270 જેવી અન્ય કલમો મુજબ 60 ગુના નોંધાયા છે. જેમાં 83ની ધરપકડ કરાઈ છે. 100 નંબર પર ફોન આવે છે, ગઈકાલે 264 મેસેજ આવ્યા હતા. હાલ અમદાવાદમાં 6 જગ્યા પર કોરોન્ટાઇન સેન્ટર ઉભા કર્યા છે. જ્યાં એક પીએસઆઇ સહિત 4 લોકો બંદોબસ્તમાં છે. હોમ ક્વોરોન્ટાઇનની કામગીરી પણ સિટી પોલીસ કરે છે. અમદાવાદમાં હાલ 2400 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. પહેલા કરતા સંખ્યા ઓછી થઈ છે
. આજે વસ્ત્રાપુર પોલીસે એક વૃદ્ધાને દવા લાવી આપી હતી. જેથી પોલીસ માનવતાભર્યા કામ પણ બખૂબી કરી રહી છે. She ટીમ થકી ત્રણ હજાર સિનિયર સિટીઝનની નોંધણી થઈ છે. પૂર્વના અનેક વિસ્તારોમાં She ટીમની કામગીરી નોંધપાત્ર છે.
સિનિયર સિટીઝનને દવા, કરિયાણું સહિતની મદદ અમારી ટીમ દ્વારા આપવામાં આવી રહી છે. 1363 લોકોને ગઈકાલે ટીમે ચેક કર્યા હતા.
ગઈકાલે ગોમતીપુરમાં બનાવ બન્યો તેમાં હકીકત એ છે કે અમારી ટીમ હતી. કડક રીતે અમલ નહોતા કરતા ત્યારે એકને પકડીને લાવતા હતા તેમાં બબાલ થઈ હતી. એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હતા. જેઓએ ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં નિઝામુદ્દીનને લાગતું કઈ ન હતું.
દિલ્હીની નિઝામુદ્દીન મરકજની ઘટના બાદ ગુજરાતના સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે, જે અંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે, મુસ્લિમ લોકો ને લગતો એક પત્ર વાયરલ થયો છે. તેમાં નિઝામુદ્દીનને લાગતી અતિશયો્ક્તિ દાખવવામાં આવી છે. જે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ.
પોલીસ કર્મચારીઓના ટેસ્ટ કરાવ્યા
તેમણે પોલીસ કર્મચારીઓના સ્વાસ્થય માટે લીધેલા પગલા વિશે જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓમાં ડ્યુટીના કલાકોમાં રોટેશન અને અન્ય પ્રક્રિયા ચાલુ જ રહે છે. પોલીસ કર્મીઓના મેડિકલ કરાવ્યા છે. જેથી વધુ નોકરીના કારણે તબિયત બગડે તે વાત અમે નથી માનતા. 80 ટકા ફોર્સ કામે લાગેલી છે. જેની તબિયત સારી નથી હોતી એમને અમે રજા આપીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે