મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના સિંધુભવન રોડ એટલે યંગસ્ટર્સોને હરવા ફરવાનો વિસ્તાર. સાથે જ અહીં મોટા માથાઓના પણ નિવાસ સ્થાન આવેલા છે. પણ સાથે જ અહીં એક બાદ એક લોકો સ્ટંટ કરી પોલીસનું નામ બદનામ કરી રહ્યા છે. આવો જ સ્ટંટ કરનારાઓનો વિડીયો વાયરલ થતાં સરખેજ પોલીસે સમાજમાં દાખલો બેસાડવા ગુનો નોંધી કાર્યવાહી કરી. જો કે તપાસમાં સામે આવ્યું કે આ વિડીયો બે વર્ષ જૂનો હતો.
સરકાર જવાબ આપે! શિક્ષણાધિકારી જ બળાત્કારી આસારામના મોટા 'ભગત',ધારાસભ્ય પણ આરતી ઉતારી
શહેરનો સિંધુભવન રોડ 24 કલાક અવર જવર રહેતા આ રોડ પર રાત્રે 8થી 2 યંગસ્ટર્સોની અવર જવર વધુ રહેતી હોય છે. અનેક નબીરાઓ અહીં ભાન ભૂલીને મજા માણતા હોય છે. દિવાળી સમયે પણ કેટલાક નબીરાઓએ લોકોનો જીવ જોખમમાં મૂકાય તે રીતે રોડ પર આડેધડ વાહનો ફેરવી ફટકાડા ફોડ્યા હતા. જેના વીડિયોએ હાહાકાર મચાવી દેતા સરખેજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારે હવે ફરી આવો જ એક વીડિયો સામે આવ્યો. જેમાં કેટલાક તત્વો સિંધુભવન રોડ પર લોકોના જીવ દોખમાય એ રીતે ગાડી લઇને નીકળ્યા અને રીલ બનાવતા હતા. જેને લઇને પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
સંજય લીલા ભણસાલીની Heeramandi નું Motion Poster રિલીઝ, જુઓ દમદાર કાસ્ટનો First Look
પોલીસે પ્રાથમિક તપાસ કરી તો સામે આવ્યું કે મિત્રના જન્મદિવસને લઇને બે વર્ષ પહેલા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. જે હાલ સોશિયલ મિડીયામાં કોઇએ વાયરલ કર્યો. આમ તો પોલીસ ધારે તો તે વીડિયો આધારે કાંઇ ન પણ કરે. જો કે સમાજમાં દાખલો બેસે એ માટે પોલીસે ગુનો નોંધ્યો અને આસિફ અલી સૈયદ, હાઝીમ શેખ અને શાહ નવાઝ શેખની અટકાયત કરી. જ્યારે કારમાં સવાર અન્ય લોકોને નોટિસ આપવામાં આવી.
છાયા સોમેશ્વર મંદિરના શિવલિંગ સાથે એવું છુપાયું છે રહસ્ય જેની સામે વિજ્ઞાન પણ લાચાર
અગાઉ પણ પોલીસે આ વિસ્તારમાં સ્ટંટ કરતા લોકોને બક્ષવામાં નહિ આવી તેવી ખાતરી આપી હતી. અને ત્યારથી કદાચ એક પણ નબીરાઓની સ્ટંટ કરવા કે કાયદાનું ઉલ્લંઘન કરવાની હિંમત નથી જાગી. ત્યારે આગામી સમયમાં પણ આવા આવારા તત્વો દેખાશે તો તેની સામે કાર્યવાહી કરવા પોલીસે ખાતરી આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે