ઉદય રંજન/અમદાવાદ :વિશ્વનું સૌથી મોટા સ્ટેડિયમનો જ્યારે પણ ઉલ્લેખ થશે ત્યારે અમદાવાદ શહેરના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) નું નામ લેવામાં આવશે. આ સ્ટેડિયમને આગામી 24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવશે. આ પ્રસંગે ટ્રમ્પના પત્ની મેલેનિયા ટ્રમ્પ તથા દીકરી ઈવાન્કા ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે. અમેરિકાના રાષ્ટ્રપતિની સુરક્ષા દુનિયાભરમાં વખણાય છે, ત્યારે ટ્રમ્પના આગમનને લઈને અમદાવાદ પોલીસે (Ahmedabad Police) પોતાનો એક્શન પ્લાન બનાવ્યો છે, જેથી ટ્રમ્પની સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય.
પોલીસ વિભાગનો માસ્ટર એક્શન પ્લાન
આ તારીખથી લાગશે હોળાષ્ટક, 8 દિવસ નહિ કરી શકો કોઈ પણ શુભ કાર્ય
અમદાવાદ શહેરમાં અનેકવાર વિશ્વ કક્ષાના વિદેશી મહેમાનો આવી ગયા છે, પરંતુ આ ૨૪ ફેબ્રુઆરીના રોજ મહાસત્તા ગણાતા એવા દેશ અમેરિકાના પ્રેસીડન્ટ અને તેમના પત્ની અમદાવાદમાં આવવાના છે. જેને જોતા સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચૂક
રહી નાં જાય તે માટે આટલા મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે રિવરફ્રન્ટમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસે ફાયર વિભાગ પાસેથી 24મી ના રોજ 6 વોટર બોટની માંગણી કરી છે, જેથી સાબરમતી નદીમાં પેટ્રોલિંગ કરી શકાય.
સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો પોલીસે અલગ જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારી કરી છે. આ સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે પૂરતી કાળજી રખાશે. તો સાથે સાથે પોલીસ અધિકારી માટે કોમ્યુનિકેશન માટે એક ચેનલ મેસેજ પણ પાસ થશે. રૂટ પર 200 સીસીટીવી લગાવાશે અને આ સુરક્ષામાં 25 આઇપીએસ સહિતના અધિકારીઓ તૈનાત રખાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે