Ahmedabad News : ક્રાઈમ અને કાયદાની વાત આવે ત્યાં હદની વાત આવે. અમદાવાદની હદને લઈને અમદાવાદ પોલીસને ભારે અસમંજસ હતી. ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે અભ્યાસ કરીને નવી હદ નક્કી કરવામાં આવી છે.
અમાદવાદ ગ્રામ્ય તથા ગાંધીનગર જિલ્લા પોલીસને એસપી રિંગરોડના કેટલાક વિસ્તારને લઈને અસમંજસ હતી. કયો વિસ્તાર કોની હદમાં આવે તે મામલે માથાકૂટ રહેતી હતી. આ કારણે વિવાદ પણ સર્જાતો હતો. હદની માથાકૂટને કારણે નાગરિકોને પણ સહન કરવાનો વારો આવતો હતો. આ પ્રકારની સમસ્યા અને મથામણને દૂર કરવા માટે અમદાવાદ પોલીસ સતર્ક બની હતી. તેથી અમદાવાદ ટ્રાફિક પોલીસની મદદથી નવા હદ વિસ્તારનું વિભાજન કરવામાં આવ્યું છે. કયા વિસ્તારો કોનામાં આવે તે નક્કી કરાયું છે.
હદ વિસ્તારમાં કોને ક્યાં સમાવાયા?
અમદાવાદ રશહેરની આસપાસ આવેલા રિંગ રોડના હદ વિસ્તારોની વિસંગતતા દૂર કરીને તેને અમદાવાદ શહેરમાં સમાવેશ કરાયા બાદ હવે ટ્રાફિક પોલીસ સ્ટેશનને નવા હદ વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગે લીધેલા આ નિર્ણયથી હવે વહીવટી અનુકુળતાની સાથે સાથે સામાન્ય જનતાની સમસ્યાઓ પણ દૂર થશે. જેથી બનાવ બનતા સમયે જે હદને લઈને વિસંગતતા હતી તે હવે દૂર થશે. સાથે જ વીવીઆઈપી મુવમેન્ટ અને બંદોબસ્તને લઈને પણ માથાકૂટ થતી હતી, તેમાં પણ કોઈ પ્રકારની અડચણ નહિ આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે