Ahmedabad Air Pollution : ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. અમદાવાદમાં હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. શિયાળાની શરૂઆત સાથે શહેરની હવા દૂષિત થઈ છે. રખિયાલ, નવરંગપુરા, પીરાણા અને રાયખડમાં AQI 200ને પાર પહોંચ્યો છે. અમદાવાદ શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 125 નોંધાયો છે. જે બતાવ છે કે અમદાવાદની હવા શ્વાસ લેવા જેવી નથી.
અમદાવાદ શહેરમાં પ્રદુષણનું વધતું સ્તર જોખમકારક સ્થિતિ તરફ વધી રહ્યું છે. ખાસ કરીને નવરંગપુરા, રાઇખડ અને રખિયાલમાં પ્રદુષણ Poor (પુઅર) કેટેગરીમાં પહોંચી ગયું છ.ે તો અમદાવાદમાં ઓવરઓલ AQI PM 2.5 125 બતાવે છે.
હવામાં પ્રદૂષણની માત્રા
ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે.
અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે ગત વર્ષે કેગ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં 5 વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર જીપીસીબી જ નહીં પરંતુ માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ રહી છે તેવુ જણાવાયુ હતું. બીજી તરફ, અમદાવાદમાં પીરાણાના કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધતા પર્યાવરણ સંકટ જેવી સ્થિતિ જોવા મળી છે. આ ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો છે.
દેશની રાજધાની દિલ્લીની હવા વધુ ઝેરી બની છે. અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ અત્યંત ખરાબ સ્થિતિમાં આવી ગયો છે. દેશની રાજધાની દિલ્લીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ પહોંચ્યો 504ને પાર પહોંચીગ યો છે. પ્રદૂષણથી લોકોના શ્વાસ રુંધાવા લાગ્યા છે. સતત બીજા દિવસે પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા આપી દેવાઈ છે. આનંદ વિહાર વિસ્તારમાં AQI 448 નોંધાયો. નોઈડા વિસ્તારમાં AQI 426 સુધી પહોંચ્યો. જહાંગીરપુરી વિસ્તારમાં AQI 421 નોંધાયો. ગુરુગ્રામ વિસ્તારમાં AQI 367 સુધી પહોંચ્યો છે. ખરાબ હવાના કારણે સરકારે લોકોને બહાર ન જવાની સલાહ આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે