ઉદય રંજન/અમદાવાદ :પોપ્યુલર બિલ્ડર પર શારિરિક માનસિક ત્રાસના કિસ્સામાં ગઇ કાલે જાનકીબહેનના બહેન નિમાબહેનના ઘરથી અઢી કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ અઢી કરોડ રૂપિયા ફીઝુ પટેલને સમાધાનના અને એફિડેવિટના ભાગરૂપે આપવામાં આવ્યા હતા. જાનકી પટેલની ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવામાં આવ્યા બાદ તેઓને ઘરે મોકલવામા આવ્યા હતા. ત્યારે હાલ વસ્ત્રાપુર પોલીસે હાલ જાનકી પટેલના ઘરે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાથે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે રમણભાઈના ભાઈ દશરથ ભાઈની પણ પૂછપરછ કરવામાં આવશે.
અમદાવાદના પોપ્યુલર હાઉસના સંચાલક બિલ્ડર મોનાંગ પટેલ અને તેના પિતા રમણ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મોનાંગ પટેલની પત્નીએ પોતાને માર મારી ત્રાસ ગુજારનાર ત્રણ સાસરિયા અને પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, મારા સાસરીવાળા મારી પાસેથી દહેજની માંગની કરીને મને ત્રાસ આપતા હતા. ત્યારે અમદાવાદના હાઈપ્રોફાઈલ કેસમા વધુ એક નવો વળાંક સામે આવ્યો છે.રમણ પટેલ દ્વારા પુત્રવધુ ફિઝુ અને માતા જાનકી પટેલને સમાધાન માટે બોલાવામાં આવ્યા હતા. જ્યાં બળજબરીપૂર્વક સમાધાનના કાગળો પર સહી કરાવવામાં આવી હતી અને અઢી કરોડ આપવામાં આવ્યા હતા. તેમજ ફિઝુ પટેલ અને જાનકી પટેલનુ અપહરણ કરીને તેઓને ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે સમાધાન માટે બળજબરી કરી હતી. ફિઝુબેન અને જાનકીબેનના આપેલા અઢી કરોડ રૂપિયા જાનકીબેનના બહેન નિમાબેન પાસેથી મળ્યા હતા. નિમાબેન નારણપુરામાં રહે છે. જેમની પાસેથી પોલીસને અઢી કરોડ રૂપિયા મળ્યા હતા.
ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...
આવામાં વસ્ત્રાપુર પોલીસે અપહરણ અને ગોંધી રાખવા સહિત બળજબરીનો વધુ કલમનો ઉમેરો કર્યો છે. આ સાથે જ રમણભાઈના ભાઈ દશરથ પટેલ અને ભત્રીજા વિરેન્દ્ર પટેલ અને આલાપ પટેલની મુખ્ય ભૂમિકા પ્રાથમિક તપાસમાં સામે આવી છે. તેથી વસ્ત્રાપુર પોલીસ દશરથ પટેલ અને વીરેન્દ્ર પટેલની પણ પૂછપરછ કરી રહી છે.
સમગ્ર કેસમાં ફરિયાદી પુત્રવધૂ ફિઝુબેનનું અપહરણ કરી તેને ધાકધમકી આપી આરોપીઓની તરફેણમાં સોગંદનામુ તેમજ અન્ય દસ્તાવેજો પર સહીઓ કરાવી લેવા અંગેની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ ફિઝુબેનની ફરિયાદ પર 498 અને 307ની કલમ લગાવવામાં આવી હતી. ત્યારે હવે સમગ્ર કેસમાં નવો વળાંક આવતા પોલીસે અપરહરણ કરીને ગોંધી રાખવા, બળજબરીથી દસ્તાવેજો પર સહી કરવા અને ષડયંત્ર રચવા અંગે IPC 365, 384, 342 199, 120 B ની કલમોનો ઉમેરો કર્યો છે.
ગુજરાતના અન્ય મહત્વના સમાચાર :
સુશાંતસિંહ રાજપૂતના ગુજરાતી ચાહકે જે કર્યુ, તેની સરખામણીએ રિયા ચક્રવર્તી પણ ન આવે....
ZEE 24 કલાકનાં પત્રકાર ભારતી રોહિતનો અકસ્માત, ટક્કર મારનાર વાહનચાલક વિશે જાણ કરવા નમ્ર અપીલ...
અમદાવાદમાં મોડી રાત્રે બે માળનું મકાન ધરાશાયી, 5 કલાક રેસ્ક્યૂ કામગીરી ચાલી, એકનું મોત
ચૂંટણી જીતાડવા પાટીલની વધુ એક રણનીતિ, હારેલા ધારાસભ્યો સાથે કરશે બેઠક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે