જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના જાણીતા બિલ્ડર સફલ કન્સ્ટ્રક્શન પર ઇન્કમટેક્ષના વિભાગના અધિકારીઓએ રેડ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર સફળ કન્સ્ટ્રક્શનની ઓફિસમાં ઇન્કમટેક્સ વિભાગના આશરે 15 જેટલા અઘિકારીઓ સર્ચ કરી રહ્યા છે. સફલ કન્સ્ટ્રક્શનના નાણાકીય વ્યવહારો અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી નોટબંધી બાદના સફલ કન્સ્ટ્રક્શનના તમામ નાણાંકીય વહીવટોને ચેક કરવામાં આવશે. ચોક્કસ બાતમીને આધારે આઇટી વિભાગ દ્વારા નાણાકીય ગેરરીતિની માહિતી મળી હોવાની માહિતી મળી રહી છે. ઓફિસમાં કામ કરી રહેલા તમામ કર્માચારીઓની પૂછતાછ કરવામાં આવી રહી છે.
સફલ કન્સ્ટ્રક્શનમાં પડેલી આઇટીની રેડમાં કોમ્પ્યુટર, હાર્ડ ડ્રાઇવ અને ચોપડા સહિતની સામગ્રીઓની ચકાસણી કરવામાં આવે છે. આઈટી ઓફિસરો દ્વારા ડિજીટલ બીલોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મોટી બેનામી સંપત્તિ બહાર આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે