Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ રેલવે સ્ટેશનને મળ્યું પ્લેટિંનમ રેટિંગ, જાણો ક્યાં ક્યાં મુદાને ધ્યાને રખાયા?

ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનને રેટિંગ અપાયું છે. આ સંસ્થા વિવિધ બાબતોને ધ્યાને રાખી રેટિંગ આપે છે. સફાઈ, મેઇન્ટનેન્સ સહિત વિવિધ મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવે છે.

અમદાવાદ રેલવે સ્ટેશનને મળ્યું પ્લેટિંનમ રેટિંગ, જાણો ક્યાં ક્યાં મુદાને ધ્યાને રખાયા?

ગાંધીનગર: અમદાવાદ રેલવે સ્ટેશનને પ્લેટિનમ રેન્કિંગ મળ્યું છે. પશ્ચિમ રેલવેને પ્રથમ પ્લેટિનમ રેટિંગ મળ્યું છે. આ રેન્કિંગમાં કાલુપુર રેલવે સ્ટેશનને 80 ટકા ઉપર માર્ક્સ મળ્યા છે. આ રેન્કિંગ મેળવવામાં અમદાવાદ પશ્ચિમ રેલવેનું પ્રથમ અને ભારતનું સાતમું સ્થાન મેળવ્યું છે.

fallbacks

ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનને રેટિંગ અપાયું છે. આ સંસ્થા વિવિધ બાબતોને ધ્યાને રાખી રેટિંગ આપે છે. સફાઈ, મેઇન્ટનેન્સ સહિત વિવિધ મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવે છે. ગ્રીન રેલવે સ્ટેશન પ્રણાલીમાં પ્રથમ નંબર મળ્યો છે. 

ક્યાં ક્યાં મુદાને ધ્યાને રખાયા...

  • સ્થાયી સ્ટેશન સુવિધા
  • કચરાનો નિકાલ
  • વીજળી બચત
  • પાણીની વ્યવસ્થા
  • સ્માર્ટ ઇનીસેટિવ
  • ઇનોવેશન પહેલું
  • રો.મટિરિયલનો ઓછો ઉપયોગ
  • હાઇજેનિક ફૂડ આપવું

ચાર કેટેગરીમાં...

  • સિલ્વરમાં આઉટસ્ટેન્ડિંગ રેટિંગ
  • ગોલ્ડમાં આઉટસ્ટેન્ડિંગ કરતા વધુ સારું હોય તે
  • સારા રખરખાવમાં પ્લેટિનમ રેટિંગ

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી કુલિંગ પાર્કિંગ, સ્વચ્છતા ઉપર ધ્યાન આપ્યું છે. દરરોજ 3 લાખ ઉપર મુસાફરો મુસાફરી કરે છે. સુરક્ષા માટે cctv સુવિધા રખાઈ છે. કચરાના નિકાલ માટે અલાયદી વ્યવસ્થા રાખી અલગ પ્લાન્ટ ઉભો કરી રિસાયકલિંગ કરી ટી શર્ટ, ચાદર સહિતની વસ્તુ બનાવાય છે. બોટલ કરસિંગ મશીન, વેસ્ટ વોટર રી સાયકલિંગ વ્યવસ્થા જે પાણી ગાડી ધોવા અને બગીચામાં ઉપયોગ કરાય છે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More