Home> Gujarat
Advertisement
Prev
Next

રથયાત્રાના દિવસે હેરાન ના થવું હોય તો એક ક્લિકમાં જાણો કયો રૂટ ચાલું અને કયો બંધ

રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સાથે રથયાત્રાના રૂટનો રસ્તો રાતે 2 વાગ્યાથી બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી રથયાત્રા નીજમંદિરે ન પહોંચે ત્યાં રસ્તો બંધ રહેશે. 

રથયાત્રાના દિવસે હેરાન ના થવું હોય તો એક ક્લિકમાં જાણો કયો રૂટ ચાલું અને કયો બંધ

ઝી બ્યુરો/અમદાવાદ: જગન્નાથજીના 145મી રથયાત્રા દરમિયાન શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેના માટે વિશેષ આયોજન કરાયું છે. જગન્નાથની રથયાત્રાને લઈને અમદાવાદમાં સંપૂર્ણ તૈયારીઓ કરી લેવાઇ છે. રાજ્ય પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે શુક્રવારે રથયાત્રાનાં દિવસે કયા-કયા રૂટ બંધ રહેશે.

fallbacks

રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સાથે રથયાત્રાના રૂટનો રસ્તો રાતે 2 વાગ્યાથી બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી રથયાત્રા નીજમંદિરે ન પહોંચે ત્યાં રસ્તો બંધ રહેશે. 

પ્રતિબંધિત રૂટ
- શુક્રવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સવારે જમાલપુરથી ખમાસા આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર ભગવાનનાં મોસાળમાં જતી હોય છે. 
- જ્યારે પરત ફરતી વખતે સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર  રંગીલા ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક, દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે પરત ફરતી હોય છે. - ત્યારે રથયાત્રાના દિવસે આ તમામ રૂટો બંધ રાખવામાં આવશે. 
- જેના કારણે વાહનચાલકોને અન્ય રૂટ પરથી પસાર થવાનું રહેશે. 
- આ રૂટ પર 'નો પાર્કિંગ ઝોન' પણ જાહેર કરવામાં આવ્યો છે.

વૈકલ્પિક રૂટ
1. રાયખંડ ચાર રસ્તા, વિકકોટીયાગાર્ડન, રીવરફ્રન્ટ, કુલબજાર, જમાલપુર બ્રિજ વાયા ગીતામંદિર
2. રાયખંડ ચાર રસ્તા, જમાલ પુર ગાયકવાડ હવેલી
3. આસ્ટોડિયા ચાર રસ્તા, ગીતા મંદિર, જમાલપુર બ્રિજ, સરદાર બ્રિજ, પાલડી
4. કામદાર ચાર રસ્તા, હરીભાઈ ગોદાણી સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, ચામુડાબ્રિજ, યમનપુરા સર્કલ, અસારવા બ્રિજસ ઈદગાહ સર્કલ
5. ઈન્ટમટેક્ષ ગાંધી બ્રિજ, રાહત સર્કલ, દિલ્હી દરવાજા, ઈદગાહ સર્કલ
6. દિલ્હી દરવાજા, રાહત સર્કલ, દઘીચી સર્કલ, રીવરફ્રન્ટ, લેમન ટ્રી, રૂપાલી, વીજળીઘર, લાલ દરવાજા

જો કે, શહેરીજનો માટે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા અને જતા પેસેન્જરોને મુશ્કેલી ન પડે તે માટે ઇ રીક્ષા અને બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી લીથો બીઆરટીએસ કેબીનથી કાલુપુર જવા માટે ચાર ઇ રીક્ષા, પ્રેમ દરવાજાથી કાલુપુર જવા માટે ચાર ઇ રીક્ષા અને કાલુપુર રેલવે સ્ટેશન પર અન્ય ચાર રીક્ષા પણ મુકવામાં આવશે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાંથી આવતા મુસાફરોને સ્વામિનારાયણ કોલેજ બીઆરટીએસથી કાલુપુરની બીઆરટીએસ મળી શકશે.

એવી રીતે પશ્ચિમ અમદાવાદનાં વિસ્તારમાંથી કાલપુર રેલવે સ્ટેશન જવા માટેનાં રૂટમાં ઘુમાથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે જ્યારે RTO તરફથી આવતા મુસાફરો સ્વામિનારાયણ કોલેજથી કાલુપુરની બસ બદલી શકશે. જેથી રથયાત્રા દરમિયાન કોઈ પણ મુસાફરોને અડચણ ન પડે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More