Ahmedabad: આજકાલ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો જબરો ક્રેઝ ચાલી રહ્યો છે, પરંતુ ક્યારેક ક્યારેક આ રીલ બનાવવું ભારે પડી જાય છે. હાલ અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રીલ બનાવવું ત્રણ યુવાઓને ભારે પડ્યું છે. 13 કલાકની ભારે જહેમત બાદ પણ ફાયર વિભાગનું સર્ચ ઑપરેશન યથાવત છે. આખી રાત સર્ચ ઑપરેશન ચાલ્યું હતું. જેમાં કેનાલમાંથી ત્રણેય યુવાનોનો મૃતદેહ મળ્યો છે. ફાયર વિભાગના 15-20 જવાનો આ કામગીરીમાં જોડાયા છે.
ગઈ કાલે પાણીનું વહેણ વધુ હોવાથી પ્રેસર વધુ હતું: ફાયર ઓફિસર
આ ઘટનામાં ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ગઈ કાલે પાણીનું વહેણ વધુ હોવાથી પ્રેસર વધુ હતું. જેના કારણે ફતેહવાડી કેનાલમાં કાર સાથે 3 યુવકો શોધવામાં મુશ્કેલીઓ પડી રહી છે. હાલ ફતેહવાડી કેનાલમાંથી જે એક યુવાનનો મૃતદેહ મળ્યો છે તેનું નામ યક્ષ ભંકોડિયા છે. જ્યારે યશ સોલંકી અને ક્રિસ દવેની શોધખોળ ચાલુ છે. ત્યારબાદ અન્ય બે યુવાઓના મૃતદેહ મળ્યા હતા.
શું બની છે સમગ્ર ઘટના?
અમદાવાદનાં વાસણામાં આવેલી આવેલા ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકોએ સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા સારું ફતેવાડી કેનાલ આવ્યા હતા. કાર કેનાલમાં ખાબકતા સ્થાનિકોએ ફાયરને જાણ કરતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી ગાડીમાં રહેલા લોકોને શોધવાની કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ ફતેવાડી કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે કેનાલમાંથી પાણીનો પ્રવાહ પણ બંધ કરવાની ફરજ પડી હતી.
ફાયર બ્રિગેડે સર્ચ ઓપરેશન હાથ ધર્યું
ફાયર બ્રિગેડને જાણ થતા ઘટનાસ્થળ પર પહોંચી કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર કેનાલમાં જે કાર પડી હતી, તેમાં ત્રણ લોકો સવાર હતા. જ્યારે કારમાં સવાર ત્રણ લોકોની હજી સુધી કોઈ ભાળ મળી નથી. કાર સાથે આવેલા ત્રણ યુવકોની શોધખોળ માટે ફાયર બ્રિગેડની 3 ટીમો રેસ્ક્યુની કામગીરીમાં કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમો દ્વારા અલગ-અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ફતેવાડી કેનાલમાં ફાયર બ્રિગેડ અને પોલીસની મદદથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. હાલ તો ફાયર વિભાગની મલ્ટી પર્પસ ક્રેન, ચાર ફાયર ઓફિસર અને 30 ફાયર જવાનો સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા.
કારમાં સવાર ત્રણ વ્યક્તિ કેનાલમાં ગુમ
રીલ બનાવવા માટે ભાડેથી કાર લાગીને રીલ બનાવવા ગયા હતા. વાસણા કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકતા યક્ષ ભનખોડીયા, યશ સોલંકી અને ક્રિશ દવે નામના આ યુવકો ગુમ થયા હતા. આ યુવાનો રીલ બનાવવા માટે ભાડેથી કાર લાવ્યા હતા. યુવાનોએ 3500 રૂપિયામાં 4 કલાક માટે કાર ભાડે લીધી હતી. યશ નામનો યુવક કાર ચલાવી રહ્યો હતો તેને ભૂલથી બ્રેકની જગ્યાએ એક્સિલેટર આપી દેતા કાર કેનાલમાં ખાબકી હતી. યશને કાર ચલાવતા ના આવડતું હોવાની પણ વાત સામે આવી છે.
સામાન્ય રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કોઈ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતું નથી પરંતુ, ત્રણ યુવકો પાણીમાં તણાઈ ગયા હોવાના કારણે ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા હાલ સુરક્ષાના સાધનો વડે કેનાલમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી પાણી પણ ઓછું થઈ જતા હાલ શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. રાત સુધીમાં ફાયર બ્રિગેડ ત્રણેયની શોધખોળ કરશે. બીજી તરફ લાપતા બનેલા યુવકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે