Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના આ વિસ્તારમાં જતા પહેલા સાવધાન, કૂતરાઓનું છે સામ્રાજ્ય, ગમે ત્યારે એટેક કરશે

અમદાવાદ શહેરમાં પ્રાણીઓ કરડવાના કેસ વધી રહ્યા છે. જેમાં શ્વાન, વાનર અને અન્ય પ્રાણીઓ કરડવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જો, આ પ્રાણીઓમાં સૌથી વધુ કૂતરાઓના કરડવાના કિસ્સા સામે આવે છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં કૂતરાઓનો આતંક છે. કૂતરાઓ રાહદારીઓની જાણે રાહ જોઈને બેસ્યા હોય તેમના પર તૂટી પડે છે. અનેક વિસ્તારોમાં કૂતરાઓના કરડવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. 

અમદાવાદના આ વિસ્તારમાં જતા પહેલા સાવધાન, કૂતરાઓનું છે સામ્રાજ્ય, ગમે ત્યારે એટેક કરશે

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ શહેરમાં પ્રાણીઓ કરડવાના કેસ વધી રહ્યા છે. જેમાં શ્વાન, વાનર અને અન્ય પ્રાણીઓ કરડવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જો, આ પ્રાણીઓમાં સૌથી વધુ કૂતરાઓના કરડવાના કિસ્સા સામે આવે છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં કૂતરાઓનો આતંક છે. કૂતરાઓ રાહદારીઓની જાણે રાહ જોઈને બેસ્યા હોય તેમના પર તૂટી પડે છે. અનેક વિસ્તારોમાં કૂતરાઓના કરડવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. 

fallbacks

જો વાત કરીએ તો, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા, નોબલનગર અને વટવા વિસ્તારમાં શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. AMCના આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના સુધીમાં 32 હજાર 047 જેટલા પ્રાણીઓ લોકોને કરડ્યા છે. જેમાં સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં શ્વાન કરડ્યા હોવાના કેસ આવ્યા છે. પાંચ વર્ષમાં ખસીકરણ પાછળ 7 કરોડથી વધુનો ખર્ચ કોર્પોરેશને કર્યો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ પ્રાણીઓના કરડવાના સૌથી વધુ કેસ શારદાબેન અને એલજી હોસ્પિટલમાં નોંધાયા છે. ત્યારબાદ નરોડા, વટવા, બહેરામપુરા અને નોબલનગર હેલ્થ સેન્ટરમાં કેસો નોંધાયા છે. ગત વર્ષમાં 2020માં કોરોના મહામારી અને લોકડાઉન હોવા છતાં 52 હજાર 318 જેટલા કેસ નોંધાયા છે. 

આ પણ વાંચો : એકાએક મિની કાશ્મીર બની ગયુ ગુજરાતનું આ સ્થળ, જોવા ઉમટી પડ્યા લોકો

છેલ્લા દસ વર્ષના આંકડા જોઈએ તો વર્ષ 2018 અને 2019માં સૌથી વધુ પ્રાણીઓ કરડ્યા હોવાના કેસો સામે આવ્યા છે. ગત વર્ષે 2020માં કોરોના મહામારી અને લોકડાઉન હોવા છતાં 52,318 જેટલા કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટાપાયે ખસીકરણ કરાયાની કામગીરી કરાઈ હોવા છતા પ્રાણીઓના કરડવાના કેસ સતત વધી રહ્યાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More