Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: SVP હોસ્પિટલના નારાજ નર્સિંગ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, 'કોરોના યોદ્ધાઓ'ના પગારમાં ધરખમ કાપ

કપરા કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. પગાર કાપી લેવાતા નર્સિંગના 200 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં ભેગા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે. 

અમદાવાદ: SVP હોસ્પિટલના નારાજ નર્સિંગ કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન, 'કોરોના યોદ્ધાઓ'ના પગારમાં ધરખમ કાપ

અતુલ તિવારી, અમદાવાદ:  કપરા કોરોનાકાળમાં SVP હોસ્પિટલના નર્સિંગના કર્મચારીઓ નારાજ જોવા મળી રહ્યાં છે. પગાર કાપી લેવાતા નર્સિંગના 200 જેટલા કર્મચારીઓ SVP કેમ્પસમાં ભેગા થયા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યાં. કોરોનાના કપરાકાળમાં નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ. ધરણાના પગલે નર્સિંગ કર્મચારીઓ અને તંત્ર વચ્ચે વાટાઘાટો શરૂ થઈ. કર્મચારીઓએ લેખિતમાં બાંહેધરી આપવાની માગણી કરી.જો કે ત્યારબાદ હોસ્પિટલ તંત્રએ લેખિતમાં જાણ કરી કે તેમનો પગાર નહીં કપાય. 

fallbacks

વધુ વિગતો માટે જુઓ VIDEO

તંત્ર દ્વારા અપાયો લેટર, નહીં કપાય પગાર
નર્સિંગ કર્મચારીઓના આકરા વલણના પગલે તંત્ર દ્વારા એક લેટર આપવામાં આવ્યો જેમાં પગાર કાપવામાં નહીં આવે તથા 20 ટકા સેલેરી જે કાપવાની વાત હતી તે એપેડેમીક એક્ટ હેઠળ કોવિડની સારવાર કરતા કર્મીઓને આપવામાં આવશે. આ ઉપરાંત હોટલમાં રહેવા માટે 30 જૂન સુધી સુવિધાઓ અપાશે. જો કે કર્મચારીઓની માગણી છે કે એએમસીના સિલ સાથે લેખિતમાં બાંહેધરી આપવામાં આવે. આમ વિરોધ યથાવત છે. આ બાજુ એએમસી વિપક્ષી નેતા દિનેશ શર્માએ ભાજપના શાસકો પર ગંભીર આરોપ પણ  લગાવ્યાં. તેમના કહેવા મુજબ શાસકોના આશીર્વાદથી કોન્ટ્રાક્ટરે પગાર કાપવાની હિંમત કરી. કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની પણ માગણી કરી. SVPના નર્સિંગના કર્મચારીઓને ઈમેઈલથી પગાર કપાયોની જાણ કરી હતી અને ત્યારબાદ વિરોધ થતા પગાર નહીં કપાય તેવો ઈમેઈલ પણ કરવામાં આવ્યો.

અત્રે જણાવવાનું કે 30 હજારના પગારદારને 22 હજાર અને 20 હજારના પગારદારને 14 હજાર જેટલો પગાર આપવામાં આવશે તેવી જાણ કરાતા નર્સિંગના કર્મચારીઓ નારાજ થયા છે. કર્મચારીઓએ વિરોધ કરતા 'નોકરી કરવી હોય તો કરો' એવું કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા કહેવામાં આવ્યું. આ ઉપરાંત તેમને એવું પણ કહેવાયું કે PPE કિટ, માસ્ક સહિતનો ખર્ચ થયો હોવાથી પગાર કાપવામાં આવશે. 

જુઓ LIVE TV

UDS નામની કંપની કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખે છે. દરરોજ નર્સિંગ અને હોસ્પિટલ સ્ટાફને પગાર સિવાય 150 રૂપિયા આપવાની વાત કહી હતી તે પૈસા પણ આપ્યા નથી એવું કહેવાય છે. નર્સિંગના કર્મચારીઓ હાલ રોડ પર ઉતરી આવ્યાં છે અને ધરણા પર બેઠા છે. મળતી માહિતી મુજબ સિક્યુરિટી અને નર્સિંગના સ્ટાફ વચ્ચે સામાન્ય ઘર્ષણ પણ થયું છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More