Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં લંપટ શિક્ષકે ધો.12ની યુવતીની ક્લાસમાં રોકી, વિધાર્થીના અંગો પર હાથ ફેરવ્યો, પણ બૂમ પાડતા જ....

સરસપુર વિસ્તારમાં રહેતી એક વિધાર્થીની ધોરણ 12માં અભ્યાસ કરે છે અને એક્સ તરીકે પરીક્ષા આપવાની હતી. છેલ્લા 3 વર્ષથી અજય સોલંકી પાસે ટ્યુશન કલાસમાં જતી હતી. 9 જાન્યુઆરીના રોજ આરોપી અજય સોલંકીએ અભ્યાસના નામે સગીરાને રોકી હતી.

અમદાવાદમાં લંપટ શિક્ષકે ધો.12ની યુવતીની ક્લાસમાં રોકી, વિધાર્થીના અંગો પર હાથ ફેરવ્યો, પણ બૂમ પાડતા જ....

ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં છેડતીના બનાવો વધી રહ્યા છે, ત્યારે સરસપુરમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને ભણાવવાના બહાને છેડતી કરી છે. સગીરાએ પરિવારને જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કસ્ટડીમાં લીધેલા આરોપી લંપટ શિક્ષક અજય સોલંકી છે. જેને ગુરુ અને વિધાર્થીના સંબંધને લાંછન લાગે તેવું કૃત્ય કર્યું છે અને જેલના સળિયા પાછળ ધકેલાયો છે. 

fallbacks

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સરસપુર વિસ્તારમાં રહેતી એક વિધાર્થીની ધોરણ 12માં અભ્યાસ કરે છે અને એક્સ તરીકે પરીક્ષા આપવાની હતી. છેલ્લા 3 વર્ષથી અજય સોલંકી પાસે ટ્યુશન કલાસમાં જતી હતી. 9 જાન્યુઆરીના રોજ આરોપી અજય સોલંકીએ અભ્યાસના નામે સગીરાને રોકી હતી અને ત્યારબાદ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી. સગીરાએ પરિવારને શિક્ષકની કરતૂત જણાવતા પરિવારે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

તું નહીં તો હું અને હું નહીં તો તું : ગુજરાતમાં કોંગ્રેસીઓ રમી રહ્યાં છે પકડદાવ

આરોપી અજય સોલંકી ચાંદખેડામાં ભાડે રહે છે અને છેલ્લા 7 વર્ષથી સરસપુરમાં ટ્યુશન કલાસીસ ચલાવે છે. તેના ક્લાસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. આરોપી અજય સોલંકીની નજર સગીરા પર બગડી હતી અને તેને ભણાવવાના નામે રોકી હતી અને બીજા વિદ્યાર્થીઓને મોકલી દીધા હતા. ત્યારબાદ વિધાર્થીની સાથે શારીરિક અડપલાં કરતા વિધાર્થીએ બૂમ પાડતા આરોપીએ છોડી દીધી હતી.

ગુજરાતના આ વિસ્તાર સહિત શહેરમાં કાશ્મીર જેવી સ્થિતિ! છેલ્લા 15 વર્ષથી અમલમાં છે...'

આ સગીરા એટલી ગભરાઈ ગઈ કે તે ગુમસુમ થઈ ગઈ. પરિવારે તપાસ કરતા ટ્યુશન ક્લાસના શિક્ષકે તેને એકલી રોકી હોવાનું જાણવા મળ્યું. જેથી પરિવારે સગીરાની પૂછપરછ કરતા તેને શિક્ષકની કરતૂત જણાવી હતી. જેને લઈને પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.

ઊંટડીના દૂધનો પ્રથમ પ્લાન્ટ શરૂ, દુબઇ-પાકિસ્તાન નથી કરી શક્યું તે કચ્છે કરી દેખાડ્યુ

શહેર કોટડા પોલીસે લંપટ શિક્ષક એવા અજય સોલંકીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ આરોપીએ અન્ય કોઈ વિધાર્થીની સાથે આવું કંઈ કર્યું છે કે નહિ તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More