જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના દાણીલીમડા પાસે આવેલી BRTS બસમાં લાગવાની ઘટાના સામે આવી છે. દાણીલીમડા પાસે સાંજના સમયે એકાએક બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બસમાં આગ લાગતા ટ્રાફિક જામ થયો હતો. બીઆરટીએસ બસમાં આગ લાગતા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
બીઆટીએસ બસમાં આગ લાગવાની ઘટના સામે આવતા દાણીલીમડા ચાર રસ્તાઓ પર ટ્રાફિકની મોટી મોટી લાઇનો લાગી ગઇ હતી. બસમાં આગ લાગવાની ઘટનાને કારણે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાણીનો છંટકાવ કરીને બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી. રવિવારે બીઆરટીએસ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે