Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: પ્રેમી સાથે મોજ કરી રહેલી પત્નીએ માસ્ક વડે કરી એવી હરકત કે તમે માસ્ક પહેરવાનું છોડી દેશો

17 વર્ષના લગ્ન બાદ પત્નીને પ્રેમ થઇ જતા પત્નીએ પ્રેમીએ પતિની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળીને  પતિની હત્યા કરી નાખી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. ગુનાંનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. માતા જેલમાં અને પિતાની હત્યા પછી બે બાળકો નિરાધાર બન્યા છે. પત્નીએ હત્યા કરી હોવાની કબુલાત કરી છે. 

AHMEDABAD: પ્રેમી સાથે મોજ કરી રહેલી પત્નીએ માસ્ક વડે કરી એવી હરકત કે તમે માસ્ક પહેરવાનું છોડી દેશો

ઉદય રંજન/અમદાવાદ : 17 વર્ષના લગ્ન બાદ પત્નીને પ્રેમ થઇ જતા પત્નીએ પ્રેમીએ પતિની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પ્રેમી સાથે મળીને  પતિની હત્યા કરી નાખી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. ગુનાંનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. માતા જેલમાં અને પિતાની હત્યા પછી બે બાળકો નિરાધાર બન્યા છે. પત્નીએ હત્યા કરી હોવાની કબુલાત કરી છે. 

fallbacks

AHMEDABAD માં દશેરાના દિવસે બ્રેઇનડેડ વ્યક્તિએ 5 લોકોને નવજીવન આપ્યું

રામોલમાં થયેલી બિપિન પટેલની હત્યા મામલે આયોજન પૂર્વક હત્યા કરવામાં આવી હતી. મૃતક બીપિન ચંદ્ર પટેલ 19 ઓગસ્ટ રાત્રે દૂધમાં ઉંધની ગોળીઓ આપીને આરોપી પત્ની દીપ્તિ પટેલે પ્રેમી સૌરભ કનુભાઈ સુથારની સાથે પોતાના ઘરે બોલાવ્યો હતો. જેમાં પતિને પ્રથમ માસ્ક પહેરાવીને મોઢા પર સેલો ટેપ મારીને ઓશિકાથી મોઢું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અધિકારીઓની દાદાગીરીના કારણે નુકસાન કરતું થઇ ગયું, સાંસદનો ચોંકાવનારો આરોપ

પ્રેમિસાથે મળીને પત્નીએ હત્યા કર્યા બાદ માનવતા નેવે મૂકીને સવારે પોતાના પતિને હાર્ટએટેક હોવાનું જણાવ્યું હતું. 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે બિપિન પટેલને મૃત હોવાનું જણાવતાં પરિવારે અગ્નિસંસ્કાર કર્યા હતા. જો કે બે મહિના જેટલો સમય પસાર થતા એક જ સોસાયટીમાં રહેતા લોકોમાં પ્રેમી અને મૃતકની પત્નીના આડાસંબંધની વાતોએ મરનારના પરિવારને બીપીની હત્યા થઇ હોવાથી શંકા ગઇ હતી. આખરે આખરે મરનારના ભાઈએ  પોલીસને જાણ કરતા કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. માતાની એક ભૂલમાં વેઠવાનો વારો બે બાળકોને આવ્યો છે. હત્યાના ગુનામાં બે માસુમનો શું વાંક તે એક મોટો સવાલ થઇ રહ્યો છે. એકવાર જો આરોપી પત્નીએ પોતાના બાળકોનો વિચાર કર્યો હોત તો તેને જેલમાં જવાનો વારો ના આવ્યો  હોત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More