Home> Gujarat
Advertisement
Prev
Next

2000 રૂપિયાની નોટ બદલવામાં ખોટો રસ્તો ન અપનાવો, નહિ તો આ રીતે છેતરાશો

Exchange 2000 Rupee Note : બે નંબરના રૂપિયામાં 2000ની નોટ વટાવવા ગયા તો સમજો કે તમે છેતરાયા... 2000 રૂપિયાના નોટની બદલામાં આપી રહ્યાં છે 500 રૂપિયાની નકલી નોટ 

2000 રૂપિયાની નોટ બદલવામાં ખોટો રસ્તો ન અપનાવો, નહિ તો આ રીતે છેતરાશો

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : જો તમારી પાસે 2000 ની ચલણી નોટો છે અને તમે તેને બદલવા માટે જો તમે ખોટો રસ્તો અપનાવો છો, તો ચેતી જવાની જરૂર છે. કારણ કે અસલી નોટોની સામે તમને ₹500 ના દરની નકલી નોટો આપવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચે આવા જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેની પાસેથી 7.85 લાખની બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી. જોકે આ ગુનાનો માસ્ટર માઈન્ડ ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરી છે.

fallbacks

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપી મોહન ગવંડર, દિનેશ ઉર્ફે લાલો રાજપુત અને રઘુનાથ પિલ્લઈની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ શહેરના નરોડા અને હાટકેશ્વર વિસ્તારમાંથી કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી ₹500 ના દરની 1570 બનાવટી ચલણી નોટો કબજે કરવામાં આવી છે. મહત્વનું છે કે આરોપીઓ આ બનાવટી નોટો 2000 રૂપિયાની અસલી ચલણી નોટો મેળવી તેની સામે નકલી નોટો આપવાના હતા. જોકે આરોપીઓ સફળ થાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા છે. સાથે જ ડુપ્લીકેટ નોટો આરોપીઓ સુધી પહોંચાડનાર અને નોટ બનાવનાર પોંડિચેરીનો વિકેશ ઉર્ફે વિકી વનિયર ફરાર છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી.

લવિનાના તો અંતિમ સંસ્કાર થઈ ગયા, પછી સિદ્ધપુરની પાઈપલાઈનમાંથી કોના માનવ અંગો મળ્યા?

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય મંડલીકે જણાવ્યું કે, આરોપીઓની પૂછપરછ માટે હકીકત પણ સામે આવી કે, સામાન્ય રીતે 2000ની ચલણી નોટો બદલનાર વ્યક્તિ જો છેતરપિંડીનો ભોગ બને તો તે પોલીસ ફરિયાદ નહીં કરે. કારણ કે તેની પાસે રહેલી 2000 ના દરની નોટો બ્લેક મની હશે. જેથી તે પોલીસને જાણ નહી કરે. તેવુ માની આ કાવતરૂ રચવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બનાવટી નોટો ભારત બહાર એટલે કે પાકિસ્તાનથી આવી હતી. 500 ની દરની નકલી નોટોની તપાસ કરતા FSL અધિકારીએ હાઈક્વોલિટી નોટો હોવાનું સામે આવ્યું છે. સાથે જ ઝડપાયેલા આરોપીના ગુનાઈત ઈતિહાસ હોવાનું પણ સામે આવ્યુ છે.

આહીર સમાજના આગેવાનનું મુંબઈની હોટલમાં મોત, શરીર પરથી સોનાના દાગીના ગાયબ

પોલીસ તપાસમા સામે આવ્યુ છે કે આ ગુનાનો મુખ્ય આરોપી વિકેશ ઉર્ફે વિકી વનિયર અગાઉ રામોલ પોલીસ મથકમાં નકલી નોટોના ગુનામાં ઝડપાયો હતો. તો અન્ય આરોપી મોહનને ઍક કરોડની ખંડણીના ગુનામા ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો હતો. જેથી પોલીસ આ ગુનાના મૂળ સુધી પહોચવા તપાસ પોંડીચેરી સુધી લંબાવી છે. જેથી બનાવટી નકલી નોટોના રેકેટમાં શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.

વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આ શહેરનો દિવ્ય દરબાર કાર્યક્રમ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More