અમદાવાદ : ઈસનપુર વિસ્તારમાં આવાસ યોજનાના નામે મધ્યવર્ગની 30થી વધુ મહિલાઓ સાથે સસ્તા અનાજ દુકાન ધારક દ્વારા ઠગાઈ કરવામાં આવી. ગરીબ મહિલાઓ અનેક સમયથી ફરિયાદ કરવા માંગતી હતી પણ પોલીસ આરોપીઓને છાવરવામાં વ્યસ્ત હતી. આખરે છ માસ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. ત્યારે આરોપીઓને હવે પોલીસ પકડી આ ગરીબ મહિલાઓને ક્યારે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું.
વલસાડમાં જાહેરમાં કુહાડીના ઘા ઝીંકી સલમાનની હત્યા, ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
ઈસનપુરમાં આવેલા કામેશ્વર કોમ્પલેક્ષમાં સસ્તા અનાજની દુકાન ધરાવનાર નિશા શાહ દ્વારા પહેલા આ બહેનોને ૨૦ હજારમાં બીપીએલ કાર્ડ કાઢીને તમામ મહિલાઓને વિશ્વાસમા લીધા અને બાદમાં મુખ્યમંત્રી આવાસના મકાન સસ્તામાં અપાવશે તેમ કહી 30થી વધુ બહેનો સાથે ઠગાઈ કરી. કેટલીક મહિલાઓ પાસે ૨૦ હજાર, ૩૦ હજાર અને ૫૦ હજાર સુધીની રોકડ લઈ લિધી અને પોતાની સસ્તા અનાજની દુકાનની રસિદો પણ આપી દિધી. જો કે બે વર્ષ વીતી ગયા છતા મહિલાઓને મકાન ન મળતા આખરે ભાન થયુ કે આ માતા દીકરી બધાનુ ફુલેકુ ફેરવી દુકાન બંધ કરી નાસી ગયા હતા. છ માસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતી મહિલાઓને માત્ર હજુ 50 ટકા જ ન્યાય મળ્યો. કારણકે પોલીસે માત્ર હજુ ફરિયાદ નોંધી પણ સામાન્ય મહિલાઓ આરોપી હોવા છતાંય પોલીસે આરોપીની ધરપકડ કરી નથી.
કોરોનાથી ગભરાવાની જરૂર નથી, સાવચેતી અને સમજદારીથી આગળ વધીશું અને દાનવને પરાજીત કરીશું
ભોગ બનનાર બહેનો ઘરકામ કરી એક એક રૂપિયો ભેગો કરીને નીશા શાહને રૂપિયા આપ્યા હતા અને પોતાના સ્વજનોને આ મકાન જ્યારે મળે ત્યારે સરપ્રાઈઝ આપવા માગતા હતા પણ તેઓને સ્વપને પણ ખ્યાલ નહોતો કે તેમની પરસેવાની કમાણીની છેતરામણી થશે. રૂપિયા આપ્યાને જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ ભોગ બનનાર મહિલાઓની ધિરજ ખુટતી ગઈ. ત્યારે નીશા શાહની દુકાને પહોચ્યા તો દુકાનને તાળા અને ફોન ઉપાડવાનુ પણ બંધ કરી દિધુ ત્યારે આખરે મહિલાઓ દ્વારા ન્યાય મેળવવા માટે ઈશપુર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી હતી જે આધારે હવે ગુનો દાખલ કરાયો છે.
તમારી આકર્ષક તસ્વીરો તો પાડી આપું પરંતુ પહેલા પાછળનાં રૂમમાં જઇને કપડા બદલ અને...
મુખ્યમંત્રી આવસ યોજનાના મકાનો સસ્તા મળશે તેની લાલચે ૨૦ જેટલી બહેનોએ પોતાની જમા પુંજી આપી દિધી અને છેતરપીંડિનો ભોગ બની ત્યારે હવે આ બહેનો ન્યાયની આશ સાથે પોલીસ પર ભરોષો રાખીને બેઠી છે. જોકે પોલીસ પણ કાઈ નક્કર કામ ન કરતા બહેનોની મુઝવણ વધી છે. આ કૌભાંડમાં માત્ર 30 જેટલી જ મહિલાઓ નહિ પણ અનેક લોકો ભોગ બની ચુક્યા છે. ત્યારે આ બહેનોની ન્યાય મળશે કે કેમ તે જોવુ રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે