Home> Gujarat
Advertisement
Prev
Next

વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ ટુ લંડન જતી ફ્લાઈટ અંગે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય

Ahmedabad To London Flight : અમદાવાદમાં એર ઈન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું તે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, તેથી એર ઈન્ડિયાએ હાલ લંડન જતી ફલાઈટને મોકૂફ કરી છે 

વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ ટુ લંડન જતી ફ્લાઈટ અંગે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય

Air India Plane Crash: ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 270 પર પહોંચી ગયો છે. લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનની દુર્ઘટના બાદ, શુક્રવારથી શનિવાર રાત્રે 9 વાગ્યા સુધી 19 મૃતદેહોનું ડીએનએ પ્રોફાઇલિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે અને 12 મૃતદેહોને તેમના સ્વજનોને સોંપાયા છે. પરંતું આ વચ્ચે એર ઈન્ડિયાએ એક મોટો નિર્ણય લીધો છે. 

fallbacks

12 જૂને થયેલ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં એર ઇન્ડિયાની લંડનની ફ્લાઈટ અકસ્માતનો ભોગ બની હતી. આ દુખદ ઘટના બાદ એર ઇન્ડિયા દ્વારા નિર્ણય લેવાયો છે. અમદાવાદથી સીધી લંડન જતી ફ્લાઇટ હાલ બંધ કરવામાં આવી છે. એટલે કે, હાલ અમદાવાદથી લંડન જવા માટે એર ઈન્ડિયાની કોઈ ફ્લાઈટ ઉડાન નહિ ભરે. 
 
એર ઈન્ડિયાએ લીધેલા નિર્ણયને પગલે આગામી શનિવારની ફ્લાઈટ શિડયુલમાંથી હટાવી દેવાઈ હતી. હવે આગામી દિવસમાં અમદાવાદથી લંડનની ફ્લાઈટ ક્યારે શરૂ થશે તે હજુ નક્કી નથી. 

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતા જ આવી અતિભારે વરસાદની આગાહી, અંબાલાલે આપી તારીખ

એર ઇન્ડિયાના તમામ બોઇંગનું ચેકિંગ કરાશે
એર ઇન્ડિયાના પ્રવક્તાએ શનિવારે જણાવ્યું હતું કે, આ દુર્ઘટના બાદ અમે તમામ બોઈંગનું ચેકિંગ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં ૯ બોઇંગ ૭૮૭ વિમાનોની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. બાકીના 24 વિમાનોની તપાસ પણ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં, આ તપાસ ટર્નઅરાઉન્ડ સમયમાં વધારો કરી શકે છે, જેના કારણે લાંબા અંતરની ફ્લાઇટ્સમાં વિલંબ થઈ શકે છે. ખાસ કરીને એવા એરપોર્ટ પર જ્યાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવે છે.

તેમણે કહ્યું કે મુસાફરોને સમયસર કોઈપણ વિલંબ વિશે જાણ કરવામાં આવશે. મુસાફરી કરતા પહેલા airindia.com પર તમારી ફ્લાઇટની સ્થિતિ તપાસો. અસરગ્રસ્ત મુસાફરોને રિફંડ અથવા મફત રિશેડ્યુલિંગનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પહેલ કરવામાં આવી રહી છે.

ઉચ્ચ સ્તરીય સમિતિની રચના, તપાસમાં કોણ સામેલ છે?
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે ટેકનિકલ કારણો ઉપરાંત તમામ સિદ્ધાંતો અને સુરક્ષા તપાસની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ પેનલની રચના કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં કરવામાં આવી છે, જેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ, ગૃહ મંત્રાલયના અધિક સચિવ, ગુજરાત સરકારના પ્રતિનિધિ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ સત્તા અધિકારી, અમદાવાદ પોલીસ કમિશનર, ભારતીય વાયુસેનાના મહાનિર્દેશક, નિરીક્ષણ અને સુરક્ષા, BCAS (બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી) ના ડીજી અને ગુપ્તચર બ્યુરોના સ્પેશિયલ ડિરેક્ટરનો સમાવેશ થાય છે. આ સમિતિ 3 મહિનાની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે, જેમાં નિષ્ણાતો અને તમામ હિસ્સેદારોનો અભિપ્રાય લેવામાં આવશે.

મોતની તારીખને કોઈ ટાળી શક્તું નથી, વિજય રૂપાણીએ બે-બે વાર ટિકિટ કેન્સલ કરાવી હતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More