Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કરતા લોકો થઇ જજો. જી હાં, કેમકે અમદાવાદ ટ્રાફિક પોલીસ વધુ એકવાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા સજ્જ થઇ ગઈ છે. આ વખતે ખાસ મોબાઈલ એપ્લિકેશન બનાવી શહેર પોલીસના કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ કર્મચારીઓને ખાસ સત્તા આપવામાં આવી છે. જેઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકો સામે ઈ-મેમો જનરેટ કરશે. અત્યાર સુધી હેડ કોન્સ્ટેબલ અને તેથી ઉપરના વર્ગના કર્મચારીઓ જ આ કામગીરી કરતા હતા. હવે કોન્સ્ટેબલને પણ સત્તા આપવામાં આવતા ફોર્સમાં વધારો થશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ભારત સરકારના નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) ના સહયોગ થી ‘VoC ચલાન’ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ છે. જે ટ્રાફિક નિયમોના ભંગ અંગેની કાર્યવાહીને વધુ મજબૂત અને અસરકારક બનાવવામાં મદદરૂપ થશે.
જરૂરિયાત:
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગમાં સ્થળદંડ કરવાની સત્તા હેડ-કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરી અધિકારીઓને આપવામાં આવેલ છે. પરંતુ ટ્રાફિક વિભાગમાં ૬૫% વર્ક ફોર્સ કોન્સ્ટેબલ સંવર્ગની છે જે લોકો રસ્તા પર હાજર રહીને ટ્રાફિક નિયમન કરે છે અને ઉપરી કક્ષાના અધિકારીઓને સ્થળદંડની કાર્યવાહીમાં મદદરૂપ થાય છે. પરંતુ જો નિયમોના ઉલ્લંઘનો નોંધવામાં સક્ષમ રીતે તેમણે ભાગીદાર બનાવવામાં આવે તો એન્ફોર્સમેન્ટની કામગીરી વધુ સચોટ રીતે કરી શકાય.
બાબા વેંગાની આ ભવિષ્યવાણી હળવાશમાં લેવા જેવી નથી, આવી જશે મુસ્લિમ શાસન, આ વર્ષથી થશે
VoC ઍપ્લિકેશન શું છે?
આ વિશે અમદાવાદ પૂર્વના ટ્રાફિક વિભાગના ડીસીપી શફીક હસને જણાવ્યું કે, VoC – Violation on Camera એ NIC દ્વારા દ્રશ્યમાન ટ્રાફિક નિયમોના ભંગ જે કેમેરા દ્વારા સીધા નોંધી શકાય છે એ નોંધવા માટેની ઍપ્લિકેશન છે જે દરેક કોન્સ્ટેબલના મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે અને તેની મદદથી કોઈ વાહન ચાલાકનો સીધો સંપર્ક કર્યા વગર માત્ર નંબર પ્લેટના આધારે ફોટો પાડી One Nation One Challan સિસ્ટમમાં અપલોડ કરી મેમો જનરેટ કરી શકાશે.
પોલીસ કોન્સ્ટેબલ નીચે મુજબના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટેના ફોટો લઈને કંટ્રોલ રૂમને મોકલી આપશે:
ભાવનગરવાસીઓ માટે મોટી ખુશખબરી! ઓક્ટોબરના આ દિવસોમાં દોડાવાશે એકસ્ટ્રા એસટી બસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે