Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: ડીઝલમાં અસહ્ય ભાવ વધારો, ટ્રાન્સપોર્ટર માટે ન રહેવાય ન સહેવાય જેવી સ્થિતિ

દિન પ્રતિદિન વધી રહેલા ડીઝલના ભાવ આવનારા સમયમાં ફુગાવામાં વધારો કરશે, પણ હાલમાં તો આ વધતા ભાવો અને કોરોનાની માહમારીએ ટ્રાન્સપોર્ટરનું પરિવહન ખોરવી નાખ્યું છે. અખીલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશીએશનના કાર્યકારી અધ્યક્ષ મુકેશ દવેના કહે છે કે, ડીઝલના વધતા ભાવ અને કોરાનાના કારણે ટ્રાન્સપોર્ટની હાલત કફોડી બની છે. ટ્રાન્સપોર્ટ માટે ડીઝલનો સૌથી વધારે ઉપયોગ થાય છે, કોઇ પણ પ્રોડક્ટના ભાડામાં ૫૦ ટકા ડીઝલ અને ૧૫ થી ૧૯ ટકા ટોલ ટેક્સ હોય છે. 

AHMEDABAD: ડીઝલમાં અસહ્ય ભાવ વધારો, ટ્રાન્સપોર્ટર માટે ન રહેવાય ન સહેવાય જેવી સ્થિતિ

ગૌરવ પટેલ/અમદાવાદ : દિન પ્રતિદિન વધી રહેલા ડીઝલના ભાવ આવનારા સમયમાં ફુગાવામાં વધારો કરશે, પણ હાલમાં તો આ વધતા ભાવો અને કોરોનાની માહમારીએ ટ્રાન્સપોર્ટરનું પરિવહન ખોરવી નાખ્યું છે. અખીલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશીએશનના કાર્યકારી અધ્યક્ષ મુકેશ દવેના કહે છે કે, ડીઝલના વધતા ભાવ અને કોરાનાના કારણે ટ્રાન્સપોર્ટની હાલત કફોડી બની છે. ટ્રાન્સપોર્ટ માટે ડીઝલનો સૌથી વધારે ઉપયોગ થાય છે, કોઇ પણ પ્રોડક્ટના ભાડામાં ૫૦ ટકા ડીઝલ અને ૧૫ થી ૧૯ ટકા ટોલ ટેક્સ હોય છે. 

fallbacks

GANDHINAGAR: કોરોના કાળમાં MEDIA ની કામગીરી ખુબ જ મહત્વની, સરકાર માટે માઇક્રોસ્કોપ જેવું કામ કર્યું

છેલ્લા એક વર્ષમાં ડીઝલમાં થયેલો ૪૦ રૂપિયા કરતાં વધારેનો ભાવ વધારો થયો છે. જો કે તે વધારો ગ્રાહક સુધી નથી પહોચાડવામાં આવ્યો. ડીઝલના વધતા ભાવની ટ્રાનસપોર્ટ અને ત્યારબાદ ઇનફલેશન પર તેની અસર થશે. વધુમાં તેઓ ઉમેરે છે કે, જો વધતા ભાવ પ્રમાણે ટ્રાન્સપોર્ટર ભાડુ ન વધારે તો તેનો વ્યવસાય ટકાવવો મુશ્કેલ બને છે. 

GUJARAT : શાળાઓ ખોલવા અંગે સરકારનો ખુબ જ મહત્વપુર્ણ નિર્ણય, આ તારીખથી ખુલશે શાળા-કોલેજ

વેપારી અને ગ્રાહક વચ્ચે હાલ ટ્રાન્સપોર્ટર પીસાઇ રહ્યો છે. આ આખો વ્યવસાય ડિમાન્ડ અને સપ્લાયના આધારે ચાલતો હોવાથી ભાવ વધારો હજુ સુધી ગ્રાહક પર નાખી શકાયો નથી. કોરાના બાદ આજે પણ વ્યવસાય માં ૪૦ ટકા મંદી હોવાથી વધેલા ભાડાની અસર ગ્રાહક પર નથી નાખી શકાઇ. આજે ટ્રાન્સપોર્ટમાં ૭૦ ટકા જેટલા સેલ્ફ એમ્પલોયડના કારણે કોસ્ટ બેઝ ભાડુ નક્કી થતું નથી. સેલ્ફ એમ્પ્લોયડના કારણે રાજ્યમાં ડ્રાઇવરની ઘટની સમસ્યા છે. રાજ્યમાં આજે ૨૫ ટકા કરતાં વધારે ડ્રાઇવરની ઘટ  જોવા મળે છે. મંદીના માહોલ વચ્ચે સ્પર્ધાત્મકત ઓછું ભાડુ લઇ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ચલાવવા ટાન્સપોર્ટર મજબુર બન્યો છે.  કેન્દ્ર સરકારને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને બચાવવા રજુઆત કરી છે. રજુઆત યોગ્ય પગલાં લેવા કરી માંગ કરવામાં આવી છે. ડીઝલના વધતા ભાવથી ટકાવારી પ્રમાણે રાજ્યની આવકમાં વધારો થયો પણ જો રાજ્ય સરકારે રજુઆત કે ડીઝલ પર ટેક્સ ઘટાડે તો ટેક્સ ઘટતાં અન્ય રાજ્યોના ટાન્સપોર્ટ વાહનો રાજ્યમાંથી ડીઝલ ખરીદતાં ટેક્સની આવક વધશે તેવી રાજ્ય સરકારને કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More