Home> Gujarat
Advertisement
Prev
Next

AHMEDABAD: રાત્રી કર્ફ્યૂ છતા ત્રણ પોલીસ સ્ટેશનની હદ વટાવી હિંસક હુમલો અને...

શહેરમાં ફરી એક વખત અસામાજિક ત્તવોએ આંતક મચાવ્યો છે, અને નિર્દોશ લોકો પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી છે. ખાનપુરના માથાભારે શખ્શોએ જમાલપુર વિસ્તારમાં રાતે 2 વાગે હુમલો કરી 3 લોકોને ઈજા કરી તો 4 જેટલા વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે 7 લોકોની શોધખોળ હાથ ધરી છે.

AHMEDABAD: રાત્રી કર્ફ્યૂ છતા ત્રણ પોલીસ સ્ટેશનની હદ વટાવી હિંસક હુમલો અને...

મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં ફરી એક વખત અસામાજિક ત્તવોએ આંતક મચાવ્યો છે, અને નિર્દોશ લોકો પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી છે. ખાનપુરના માથાભારે શખ્શોએ જમાલપુર વિસ્તારમાં રાતે 2 વાગે હુમલો કરી 3 લોકોને ઈજા કરી તો 4 જેટલા વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે 7 લોકોની શોધખોળ હાથ ધરી છે.

fallbacks

જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષનો સન્માન કાર્યક્રમ, મોટા ભાગનાં લોકો માસ્ક વગર, તમામ નિયમોનો ફજેતો

રાત્રીના બે વાગ્યાના આ CCTV ફૂટેજમાં જોઇ શકાય છે કે, 5 જેટલા વાહનો પર 7 થી વધુ આરોપી અમદાવાદનાં જમાલપુરના આવેલા રૂકનપુરામાં આવે છે. વાહનોને તોડફોડ કરવા લાગે છે. ઉપરાંત આ વાતનો વિરોધ કરનાર લોકોને પણ હથિયારો વડે માર પણ માર્યો. મહત્વનુ છે કે, હુમલો કરનાર તમામ આરોપી ખાનપુરના અસામાજિક તત્વો છે. જેમાંથી એક શમશેરખાન પઠાણ અને ફઈમ સહિત 7 જેટલા આરોપીએ અચાકન હથિયાર વડે હુમલો કર્યો હતો. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો  નોંધી તમામ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આઈફોનવાળી હીના વિશે કથાકાર જિગ્નેશદાદાએ પ્રવચનમાં પણ કર્યો ઉલ્લેખ

ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ કરતા હકિકત સામે આવી કે આરોપીઓ અન્ય યુવકને મારવા આવ્યા હતા. હુમલો અન્ય યુવકો પર કરીને ફરાર થઈ ગયા. એટલે કે શમશેર ખાન પઠાણ અને ફઈમની ભુતની આંબલી પાસે રહેતા એક પરિવાર સાથે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ છોકરીની છેડતી કરતા માર માર્યો હતો. જેનો બદલો લેવા અન્ય આરોપીને સાથે રાખી હુમલો કરવાનુ પ્લાનિગ કર્યુ હતું. પરંતુ ભુલથી આરોપીએ નિર્દોશ લોકો પર હુમલો કર્યો હોવાનુ સામે આવ્યુ છે.

મગર સાથે વાત કરતા કાકાનો વીડિયો વાયરલ, તેને મા ખોડલ કહીને બોલાવ્યો

મહત્વની વાત એ છે કે, હુમલો ભુલથી નિર્દોશો પર કર્યો, પરંતુ અસામાજિક તત્વોની હિમંત એટલી ખુલી ગઈ છે કે તેઓ રાત્રી કરફ્યું અને પોલીસ બંદોબસ્તની વચ્ચે હથિયારો લઈ ખાનપુરથી નિકળ્યા અને આસ્ટોડિયા દરવાજે પાસે આવેલા રૂકનપુરામાં હુમલો કરી ફરાર થઈ ગયા. એટલે કે 3 પોલીસ મથકની હદ પસાર કરી હોવા છતા ન તો કોઈ પોલીસે તેમને રોક્યા કે નતો કોઈ કાર્યવાહી કરી. એટલે જ આ બનાવને આરોપીની હિમ્મત કહેવી કે પોલીસની બેદકરારી ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More