Ahmedabad News : અમદાવાદમાં ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં જાહેરમાં દારૂની મહેફિલ કરાતા ચકચાર મચી ગઈ છે. નશાના શોખીનોને કાયદાની કોઈ પડી ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. ખુલ્લેઆમ રસ્તા પર નબીરાઓએ નશો કર્યો. ઈસ્કોન બ્રિજ પાસેની એક ખાનગી બિલ્ડિંગની સીડી પર નબીરાઓએ પોલીસ કે કાયદાના કોઈ પણ ડર વગર બેઠા બેઠા દારૂ પીધો હતો. પાંચથી સાત યુવાનોએ દારૂની મહેફિલ માણી હોય અને મ્યુઝિકના તાલે ઝૂમતા યુવાનોનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે વીડિયો વાયરલ થતા જ અમદાવાદ પોલીસે એક્શન લીધુ છે.
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી છે. આ વીડિયોમાં દારૂ પીતા તમામ નબીરાઓની ઓળખ થઈ ગઈ છે. સેટેલાઈ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપી અમિતસિંહ જયેન્દ્રસિંહ ડાભી અને મયુર મકવાણાની ધરપકડ થઈ છે. 7 માર્ચે દારૂની મહેફિલ થઈ હોવાનો ખુલાસો થયો છે. ઈન્સ્ટાગ્રામમાં સાગરમાફિયા99 નામના એકાઉન્ટ પરથી દારૂની મહેફિલનો વીડિયો પોસ્ટ કરાયો હતો. સાગર પરમારે વીડિયો પોસ્ટ કર્યો હતો. સાગર પરમાર અને પિયુષ મકવાણા વોન્ટેડ છે, જેમની સામે પહેલા પણ ગુના નોંધાઈ ચુક્યા છે.
વીડિયોમાં દેખાયેલા યુવકો
1. પિયુષ દિનેશભાઈ મકવાણા - સેટેલાઇટ
2. પ્રકાશ મકવાણા - ઓગણજ
3. મયુર શાંતિભાઈ મકવાણા - વેજલપુર
4. મયુર સુરેશભાઈ મકવાણા - જુના વાડજ
5. નટવર સોલંકી - ઘુમા
6. અમિત ડાભી - નારણપુરા
7. સાગર પરમાર (સાગર ડોન) - બોપલ
આ વીડિયો વિશે એન ડિવિઝનના એસીપી એસએમ પટેલે જણાવ્યું કે, ઈસ્કોન શિવાલિક શિલ્પ બિલ્ડિંગ બહાર દારૂની મહેફિલ મામલો હોવાનું સામે આવ્યું છે. સેટેલાઈટ પોલીસે દારૂની મેહફિલનો ગુનો નોધી બે લોકોની ધરપકડ કરી છે. અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળી મકવાણાની ધરપકડ કરી છે. આ તમામ 7 માર્ચના રોજ દારૂની મેહફિલ માણી હતી. આરોપી પિયુષ વિરુદ્ધ સુરેન્દ્રનગરના થાનગઢમાં રાયોટીંગ અને સેટેલાઈટમાં હત્યાના પ્રયાસનો ગુનો છે. તો આરોપી સાગર પિતામ્બર પરમાર વિરુદ્ધ સેટેલાઈટમાં હત્યાનો પ્રયાસ, બોડકદેવમાં ધમકી અને રાણીપમાં હુમલાની અને વસ્ત્રાપુરમાં રાયોટીંગની ફરિયાદ નોંધાયેલી છે. બોપલમાં પણ ફરિયાદ દાખલ થયેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે