Home> Gujarat
Advertisement
Prev
Next

રાત રંગીન કરવા રાજકોટમાં યુવક હોટલ જઈ પહોંચ્યો, કોલગર્લ તો ન આવી પણ 1 લાખ ગુમાવી દીધા

online fraud for call girls : યુવકે 1 લાખ સુધીના રૂપિયા રૂપલલના લ્હાયમાં ચૂકવી દીધા હતા. પરંતુ તેને સામે યુવતી મળી ન હતી. આખરે તેને છેતરાયાનુ ભાન થયું

રાત રંગીન કરવા રાજકોટમાં યુવક હોટલ જઈ પહોંચ્યો, કોલગર્લ તો ન આવી પણ 1 લાખ ગુમાવી દીધા

ઝી મીડિયા/બ્યૂરો :સંભોગની લાલચમાં ક્યારેક લોકો એવા ફસાય છે કે, સર્વસ્વ ગુમાવી દેવાનો વારો આવે છે. અમદાવાદથી રાજકોટ આવેલા યુવકને રાત રંગીન કરવા માટે કોલગર્લ માટેની સાઈટ ખોલવુ એટલુ ભારે પડ્યુ કે ગણતરીની મિનિટમાં 1 લાખ ગુમાવી દીધા. જેથી ફસાયેલો યુવક પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

fallbacks

અમદાવાદનો એક યુવક ધંધાના કામ અર્થે રાજકોટ પહોંચ્યો હતો. તે કુવાડવા રોડની એક હોટલમાં રોકાયો હતો. એકલો હોવાથી તેને રાત રંગીન કરવાનો વિચાર આવ્યો હતો. તેથી તેણે મોબાઈલ પર કોલગર્લ બોલાવવા માટેની સાઈટ ઓપન કરી હતી. સાઈટ પર નંબર મળતા જ તેણે તેના પરથી અન્ય માહિતી મેળવી હતી. જેના પર યુવતીના મોબાઈલ નંબર અને ભાવ સહિતની માહિતી આવી હતી. યુવકે તે નંબર પર સામે મેસેજ મોકલ્યો હતો. જ્યાં તેને સામેથી રિપ્લાય આવ્યો હતો. 

આ પણ વાંચો : સોમનાથના કાંઠે પહેલીવાર એવુ જોવા મળશે, જે ઈતિહાસમાં અત્યાર સુધી ક્યારેય ન જોવાયું

મોબાઈલ પર વાર્તાલાપ શરૂ થતા જ યુવક પાસેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનના રૂપિયા માંગવામાં આવ્યા હતા. તેના બાદ યુવતીએ સામેથી ફુલ નાઈટના ભાવ આપ્યા હતા. જેમાં યુવકે ફૂલ નાઈટ પસંદ કરીને 6 હજાર રૂપિયા ઓનલાઈ પે કર્યા હતા. આ બાદ યુવકને એક નંબર આવ્યો હતો. યુવકે આ નંબર પર ફોન કરતા યુવતીને બદલે સામેથી એક યુવકે ફોન રિસિવ કર્યો હતો. તે યુવકે સામેથી કહ્યુ હતું કે, રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલી એક હોટલમાં યુવતી રોકાઈ છે, અને તમારી સાથે સંભોગ કરશે.

fallbacks

આ માહિતી મેળવીને યુવક તે હોટલમાં પહોંચ્યો હતો. યુવકે તે હોટલમાં જઈને સંપર્ક કરતા ત્યાં આવી કોઈ યુવતી રોકાઈ ન હોવાનુ જણાયુ હતું. બાદમાં તેણે મેસેજમાં સંપર્ક કરતા જાણવા મળ્યુ કે યુવતી ફોટોશૂટ કરી રહી છે અને તમને થોડીવારમાં રિસેપ્શન પર આવીને મળશે. આ વાત કહીને સામેથી પહેલા 9 હજાર રૂપિયા, બાદમાં 17 હજાર રૂપિયા અને થોડીવારમાં 20 હજારનું પેમેન્ટ માંગવામા આવ્યુ હતું. આ તમામ પેમેન્ટ યુવકે ચૂકવ્યુ હતું. આમ કરતા કરતા યુવકે 1 લાખ સુધીના રૂપિયા રૂપલલના લ્હાયમાં ચૂકવી દીધા હતા. પરંતુ તેને સામે યુવતી મળી ન હતી. આખરે તેને છેતરાયાનુ ભાન થયું. તેણે પોલીસ સ્ટેશનમાં જઈને આ મામલે ફરિયાદ નોઁધાવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More