Home> Ahmedabad
Advertisement
Prev
Next

અમદાવાદઃ મધર ડેરી પાસે કારમાં લાગી આગ, કાર ચાલકનું મોત


થોડીવારમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તેઓ બહાર ન નિકળી શક્યા અને અંદર ભડથુ થઈ ગયા હતા. 
 

 અમદાવાદઃ મધર ડેરી પાસે કારમાં લાગી આગ, કાર ચાલકનું મોત

મૌલિક ધામેચા/અમદાવાદઃ ગાંધીનગરના ભાટ ગામ નજીક મધર ડેરી પાસે બપોરના સમયે એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. મારૂતી કંપનીની કાર સળગતા તેમાં રહેલા ચાલકનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક માહિતી પ્રમાણે આ મૃતકનું નામ યોગેશભાઈ પ્રજાપતિ છે. તેઓ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આપેલા સૂર્ય રત્ન સોસાયટીમાં રહે છે. 

fallbacks

યોગેશભાઈ પોતાના કામ અર્થે કાર લઈને નિકળ્યા હતા. ત્યારે મધર ડેરી પાસે તેમની કારમાં અચાનક આગ લાગી હતી. થોડીવારમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તેઓ બહાર ન નિકળી શક્યા અને અંદર ભડથુ થઈ ગયા હતા. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં યોગેશભાઈ પોતાનો જીવ ગુમાવી ચુક્યા હતા. સ્થાનિકો પ્રમાણે આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જેથી ગૂંગળામણ થવાને કારણે મોત થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More