અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલ (સોમવાર)એ અમદાવાદથી ભારતના બે દિવસીય પ્રવાસની શરૂઆત કરવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિના પ્રવાસને લઈને શહેરના પોલીસ કમિશનરે આજે એક પત્રકાર પરિષદ યોજીને સત્તાવાર વિગતો આપી હતી. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ સવારે 11.30 કલાકે અમદાવાદ આવી પહોંચશે અને બપોરે 3.30 કલાકે તમામ કાર્યક્રમ પૂર્ણ કરીને આગ્રા જવા માટે રવાના થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ગાંધી આશ્રમની ટૂંકી મુલાકાત લેવાના છે. ત્યારબાદથી તેઓ ઈન્દિરાબ્રિજ, ભાટથી સ્ટેડિયમ જવાના છે. અમેરિકાના રાષ્ટ્રપતિની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાબરમતી આશ્રમ પણ જવાના છે. મોટેરા સ્ટેડિયમમાં લાખો લોકોની હાજરીમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટિયાએ જણાવ્યું કે, ટ્રમ્પ અને મોદીનો જે અમદાવાદમાં કાર્યક્રમ છે તેમાં સાબરમતી આશ્રમ કાર્યક્રમ પણ છે. ટ્રમ્પ સવારે 11.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ એરપોર્ટ પર કલ્ચરલ પ્રોગ્રામમાં હાજરી આપી તેઓ સાબરમતી આશ્રમ પહોંચશે. ત્યારબાદ તેઓ સીધા મોટેરા સ્ટેડિયમ પહોંચશે. મોટેરા સ્ટેડિયમમાં 3 કલાક સુધીનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદથી આગ્રા જવા માટે રવાના થશે.
શહેરમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા
અમેરિકાના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીના રોડ શોને લઈને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને સજ્જ કરી દેવામાં આવી છે. આ માટે રાજ્યભરમાંથી ફોર્સ બોલાવવામાં આવી છે. જેમાં 33 ડીસીપી, 75 એસીપી, 300 પીઆઇ, 1000 પીએસઆઇ અને 12 હજાર જેટલા પોલીસ જવાનો, 2000 મહિલા પોલીસકર્મીઓ, 15 SRP કંપની, 3 RAF કંપની તેમના સુરક્ષા બંદોબસ્તમાં તેનાત રહેશે.
પોલીસ કમિશનરની પત્રકાર પરિષદના મહત્વના મુદ્દાઓ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે