Home> Ahmedabad
Advertisement
Prev
Next

અંધારાનો લાભ લઈ યુવકે કર્યું ગંદુ કામ, ઉપાડી લઈ ગયો પાગલ મહિલાને...

 બનાસકાંઠાના જુના ડીસાના ગામે રાતના અંધારાને પણ લજવી દે તેવી ઘટના બની હતી. ગામમાં ફરતી એક માનસિક અસ્થિર મહિલાને એક યુવક ઉઠાવીને લઈ ગયો હતો. આ માનસિક અસ્થિર મહિલાને યુવક ઈકો ગાડીમાં નાખીને લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે આ બનાવથી સમગ્ર ગામમાં યુવક પ્રત્યે ફીટકારની લાગણી વરસી રહી છે. માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ થયુ હોવાની પણ આશંકા વ્યક્ત કરાી છે. 

અંધારાનો લાભ લઈ યુવકે કર્યું ગંદુ કામ, ઉપાડી લઈ ગયો પાગલ મહિલાને...

બનાસકાંઠા : બનાસકાંઠાના જુના ડીસાના ગામે રાતના અંધારાને પણ લજવી દે તેવી ઘટના બની હતી. ગામમાં ફરતી એક માનસિક અસ્થિર મહિલાને એક યુવક ઉઠાવીને લઈ ગયો હતો. આ માનસિક અસ્થિર મહિલાને યુવક ઈકો ગાડીમાં નાખીને લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે આ બનાવથી સમગ્ર ગામમાં યુવક પ્રત્યે ફીટકારની લાગણી વરસી રહી છે. માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ થયુ હોવાની પણ આશંકા વ્યક્ત કરાી છે. 

fallbacks

બન્યું એમ હતું કે, જુના ડીસા ગામમાં એક માનસિક અસ્થિર મહિલા છે. આ મહિલા ગામમાં ભટકતી રહેતી હતી. રાતના સમયે તે જુના ડીસામાં વિપુલ પશુ આહાર આગળ ઓટલા પર સુઈ રહેતી હતી. ત્યારે રાતના 2.24 વાગ્યાની આસપાસ મોઢા પર રૂમાલ બાંધેલ એક રૂમાલ તેની પાસે આવ્યો હતો. યુવકે મહિલા સામે અશ્લીલ હરકતો કરીને દુષ્કર્મના ઈરાદે આવ્યો હતો. તેણે ઊંઘી રહેલી મહિલાને પહેલા તો જગાડી હતી, અને પોતાની સાથે આવવા કહ્યું હતું. પરંતુ મહિલાએ જવાનો ઈન્કાર કરતા યુવકે તેને લાફા માર્યા હતા. આ ઘટનાથી મહિલા પાસે રહેલા બે કૂતરાઓ પણ ભસવા લાગ્યા હતા. જાણે કે તેઓ મહિલાઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય. 

પરંતુ યુવક આટલેથી અટક્યો ન હત. તેણે મહિલાને પોતાની સાથે ઈકો કારમાં લઈ ગયો હતો. મહિલા સાથે થયેલી આ હરકતનો વીડિયો પાસે લાગેલા સીટીવી કેમેરામાં કેદ થયો હતો. ત્યારે સમગ્ર પંથકમાંથી આ યુવાન પ્રત્યે લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યાં છે. તો બીજી તરફ, માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની પણ શક્યતા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More