અતુલ તિવારી/અમદાવાદ :વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી પર સવાલો ઉઠ્યા છે. ત્યારથી અનેક લોકો વોટ્સએપ (Whatsapp New Policy) છોડી રહ્યાં છે. યુઝર્સને પોતાના ડેટાની સલામતીના પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે અમદાવાદમાં આવેલી ઉદગમ અને ઝેબર સહિત 4 શાળાઓએ વોટ્સએપને તિલાંજલિ આપી છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સ્કૂલોએ વોટ્સએપનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે. તો સાથે જ વોટ્સએપના બદલે માઈક્રોસોફ્ટની કાયઝાલા એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કર્યો છે.
વોટ્સએપને બદલે માઈક્રોસોફ્ટની એપનો ઉપયોગ
વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીથી ચિંતિત અમદાવાદની ચાર શાળાઓએ વોટ્સએપનો ઉપયોગ બંધ કર્યો છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના શિક્ષકો હવે વાલીઓ સાથે મળીને આ નિર્ણય કર્યો છે. જેમાં ઇન્સ્ટન્ટ મેસેજ માટે વોટ્સએપના બદલે માઈક્રોસોફ્ટની કાયઝાલા એપનો ઉપયોગ કરશે. યુઝર્સની સલામતી અને ગોપનીયતા જોખમાતા 4 શાળાઓના કર્મચારીઓ, શિક્ષકો તેમજ વાલીઓ સહિત અંદાજે 15000 યુઝર્સ વોટ્સએપ છોડી, માઇક્રોસોફ્ટની કાયઝાલા એપ્લિકેશન તરફ વળ્યા છે. આ તમામ 4 શાળાના 250 જેટલા વોટ્સએપ ગ્રૂપ બંધ થયા છે.
ચાર સ્કૂલમાં અલગ અલગ 250 જેટલા વોટ્સએપ ગ્રુપ્સ છે
આ વિશે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એક્ઝિક્યુટિવના ડિરેક્ટર મનન ચોક્સીએ આ નિર્ણય વિશે જણાવ્યું કે, અમારા તાબા હેઠળની ચાર સ્કૂલમાં કુલ અલગ અલગ 250 જેટલા વોટ્સએપ ગ્રુપ્સ છે, જેનો આશરે 15 હજારથી વધુ વાલીઓ ઉપયોગ કરે છે. વ્હોટ્સએપે તેની નવી પ્રાઈવસી પોલિસીના માપદંડો સ્વીકારવાનું ફરજિયાત કર્યું છે. વ્હોટ્સએપની પેરન્ટ કંપની ફેસબુક વિરુદ્ધ પ્રાઈવસી મામલે વિશ્વભરમાં ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે, એવા સમયે વ્હોટ્સએપના ગ્રાહકોમાં એની પરનો વિશ્વાસ ઊઠી ગયો છે. અમારા માટે અમારા સ્ટાફ અને વાલીઓની ડેટા પ્રાઈવસી અને સુરક્ષા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, તેથી અમે વ્હોટ્સએપને તિલાંજલિ આપી માઇક્રોસોફ્ટ કાયઝાલામાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો છે. કાયઝાલા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાહેરાત પર આધાર રાખતી નથી. તે ડેટાની ગોપનીયતા અને સલામતીની જાળવણી કરવા માટે પ્રતિબદ્ધ છે.
WhatsAppની નવી ટર્મ્સ અને પ્રાઈવેસી પોલિસી
વ્હોટ્સેપ યુઝર્સે એપની નવી ટર્મ્સ અને પ્રાઈવેસી પોલિસી ટૂંકમાં જ સ્વીકારવી પડશે. વ્હોટ્સેપે યુઝર્સને જણાવ્યું છે કે જો તેઓ આ પ્રાઈવેસી પોલિસીનો સ્વીકાર નહીં કરે તો તેમનું વ્હોટસ્પે એકાઉન્ટ ડિલીટ કરવું પડશે. વ્હોટ્સેપે 8 ફેબ્રુઆરી, 2021 સુધીમાં આ પ્રાઈવસી પોલિસી સ્વીકારવા સમય આપ્યો છે. જો કે હાલ તો યુઝર્સને નોટ નાઉનું ઓપશન આપવામાં આવી રહ્યું છે. યુઝર્સે આજે નહીં તો 8 ફેબ્રુઆરી, 2021ના આ પ્રાઈવસી પોલિસી સ્વીકારવી પડશે, અન્યથા યુઝરનું એકાઉન્ટ ડિલીટ થઈ જશે. નોટિફિકેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે હવે વ્હોટ્સએપ તમારી દરેક માહિતી તેની મૂળ કંપની ફેસબુક સાથે શેર કરશે. આ પહેલીવાર છે, જ્યારે વ્હોટ્સએપે લખ્યું કે તે ડેટા ફેસબુક સાથે શેર કરશે. અત્યાર સુધીમાં તે આ વાતથી ઈનકાર કરતી રહી છે.
WhatsAppએ જણાવ્યું કે તે તમારા દરેક પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ડેટા લેશે. એટલે કે બેન્કનું નામ, કેટલી રકમ અને ડિલિવરીનું સ્થળ વગેરે ટ્રેક કરશે. ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પણ તમારા ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જાણી જશે. વ્હોટ્સએપ તમારું લોકેશન પણ એક્સેસ કરશે. તેણે વિકલ્પ આપ્યો છે કે તેને તમે ડિસેબલ કરી શકો છો. જોકે એમ પણ કહ્યું છે કે તેને આઈપી એડ્રેસ અને મોબાઇલ નંબરથી જાણ થઈ જશે કે તમે ક્યાં અવર-જવર કરો છો. વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પર પણ નજર રાખશે. તેનાથી શેર થતા તમામ કેટલૉગ એક્સેસ તેની પાસે હશે. હવે કંપની પાસે એ પણ માહિતી હશે કે તમે કોને સૌથી વધુ વ્હોટ્સએપ કૉલ કરો છો. મહિનામાં કેટલા વ્હોટ્સએપ કોલ કરો છો? તમે કયા ગ્રૂપમાં સૌથી વધુ સક્રિય છો? તમે કેટલાં ગ્રૂપમાં છો? તમારું બ્રૉડકાસ્ટ લિસ્ટ કેટલું છે? વ્હોટ્સએપ તમને મિત્રો, ગ્રૂપ્સ, કન્ટેન્ટ વગેરે અંગે પણ સૂચન કરશે. આટલું જ નહીં શોપિંગ, સંબંધિત ઓફર, ફેસબુક કંપનીના પ્રોડક્ટની જાહેરાતો પણ બતાવશે. એક રીતે વૉટ્સએપ હવે તમારી દરેક પ્રવૃત્તિ પર નજર રાખશે અને તેનું વિશ્લેષણ કરશે.
આ પણ વાંચો : શિક્ષણ વિભાગમાં ભરતીની મોટી જાહેરાત, જાણો કેટલી જગ્યા પડી છે ખાલી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે