ઉદય રંજન/અમદાવાદ :ફિલ્મી જગતમાં શોલેના જય અને વીરુની જોડી ખૂબ પ્રચલિત છે. મિત્રતાની વાત આવે ત્યારે આ જોડીના ઉદાહરણ આપવામાં આવે છે. ત્યારે આવી જ એક જોડી અમદાવાદમાં ગુનાખોરીની દુનિયામાં પણ ફેમસ છે. આ જય અને વીરુને દરિયાપુર પોલીસે ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનામાં પકડ્યા છે. પહેલા વાહન ચોરવાનું અને બાદમાં ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ જવું તેમના પ્લાનનો ભાગ હોય છે. ચેઇન સ્નેચિંગ કરી તેઓ 120ની સ્પીડે બાઇક દોડાવતા હતા. અત્યાર સુધીમાં જય અને વીરુની જોડી 20થી વધુ ગુના આચરી ચૂકી છે. જય અને વીરુ ચોરી કરતા પહેલા રેકી કરતા હતા. જેના બાદ શાકમાર્કેટ, જાહેર રોડ અને મોલ પાસેથી જ ચેઇન સ્નેચિંગ કરતા હતા.
જય અને વીરુની જોડીના સાચા નામ છે શાહીદ કુરેશી અને નવાઝ ઉર્ફે ઝીણીયો. ગણતરીની મિનીટોમાં જય અને વીરુ ખેલ પાડીને મહિલાઓના ગળામાંથી લાખોની કિંમતના હાર અને ચેઈન તફડાવી ફરાર થઈ જાય છે. જેઓને હાલ દરિયાપુર પોલીસે ઝડપી લીધા છે. જય અને વીરુએ વર્ષ 2004 થી જ વાહન ચોરી કરવાની શરૂઆત કરી હતી. બંને લોકોએ વાહન ચોરી કર્યા બાદ ચેઇન સ્નેચિંગના ગુના આચરવાનું શરૂ કર્યું હતું. આ બંને આરોપીઓ દરિયાપુરમાં પણ એક જ વિસ્તારમાં રહે છે અને જુગાર રમવા માટે તથા મોજશોખ પૂરા કરવા આ ગુનાને અંજામ આપતા હતા. અત્યાર સુધીમાં પાલડી, ઘાટલોડિયા, ઓઢવ, આનંદનગર, વસ્ત્રાપુર, નવરંગપુરા, એલિસબ્રિજ, યુનિવર્સિટી, મણિનગર, કાલુપુર, સરદાર નગર, હવેલી, કાગદાપીઠ, વાડજ, શાહીબાગ, ઇસનપુર એવા અમદાવાદના એકપણ વિસ્તાર ચોરી માટે તેઓએ બાકી રાખ્યા નહિ હોય. શહેરના તમામ વિસ્તારોમાં આતંક મચાવી ચુક્યા છે. 20 ગુનામાં પકડાયેલા આ બંનેને બે વાર પાસા પણ થઈ ચૂક્યા છે.
બંને ચોરોને સ્પોર્ટી બાઇકને સ્પીડથી ચલાવવાનો શોખ છે. અમદાવાદના કેટલાક વિસ્તારોના તેમના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ બંને ચોર ગુનાની દુનિયામાં જય વીરુના નામથી ઓળખાય છે. આ બંને આરોપીઓની પૂછપરછમાં એવું સામે આવ્યું કે, સહેજાદ નામના વ્યક્તિને ચોરીનો મુદ્દામાલ વેચી દેતા. તાજેતરમાં જીઆઈડીસીમાં જે ચેઇન લૂંટી હતી તેના 41 હજાર રૂપિયા પણ તેઓને મળ્યા હતા અને તેનો જુગાર રમીને વાપરી નાખ્યા હતા. ત્યારે વધુ પૂછપરછમાં અનેક ભેદ ઉકેલાય તેવી પણ શકયતા રહી છે.
ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....
આખા અમદાવાદમાં અંધકારભર્યું વાતાવરણ, વરસાદનું જોર વધતા રોડ ધોવાયા
આગામી ત્રણ કલાક સાચવજો, ગુજરાતના આ જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી
રાજસ્થાન અને ભિલોડામાં થયેલા ભારે વરસાદનો સાબરકાંઠાને થયો ફાયદો
કારખાનાને તાળા મારીને ખેતી શરૂ કરી, ગુજરાતના આ ખેડૂતે ફરી કદી પાછળ વળીને નહિ જોયું....
સાબરકાંઠાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ, ગોરઠીયા જળાશયમાંથી પાણી છોડાતા 12 ગામો સતર્ક
માથુ હાથીનું અને ધડ સ્ત્રીનું... તમે કલ્પના પણ નહિ કરી શકો કે ભારતમાં પૂજાય છે બાપ્પાનું સ્ત્રીરૂપ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે