Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ તોફાન : CCTVમાં પથ્થર ફેકતા દેખાયેલા 6 દેખાવકારોની ધરપકડ, રેલીની પરમિશન માગનાર મુફીસ પકડાયો 

CAA અને NRC (Citizenship Amendment Act) મુદ્દે અમદાવાદના શાહઆલમ (Ahmedabad shahalam riots)માં બુધવારે ફાટી નીકળેલા ઘર્ષણ બાદ પોલીસે કહ્યું હતું કે, તોફાની તત્વનો છોડવામાં નહિ આવે. ત્યારે હાલ મોબાઈલ વીડિયો અને સીસીટીવીના માધ્યમથી આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જે લોકો પત્થર ફેંકતા અને તોફાન કરી રહેલા દેખાઈ રહ્યાં છે તેઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) વધુ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. 

અમદાવાદ તોફાન : CCTVમાં પથ્થર ફેકતા દેખાયેલા 6 દેખાવકારોની ધરપકડ, રેલીની પરમિશન માગનાર મુફીસ પકડાયો 

ઉદય રંજન/અમદાવાદ :CAA અને NRC (Citizenship Amendment Act) મુદ્દે અમદાવાદના શાહઆલમ (Ahmedabad shahalam riots)માં બુધવારે ફાટી નીકળેલા ઘર્ષણ બાદ પોલીસે કહ્યું હતું કે, તોફાની તત્વનો છોડવામાં નહિ આવે. ત્યારે હાલ મોબાઈલ વીડિયો અને સીસીટીવીના માધ્યમથી આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જે લોકો પત્થર ફેંકતા અને તોફાન કરી રહેલા દેખાઈ રહ્યાં છે તેઓની ધરપકડ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad crime branch) વધુ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. 

fallbacks

‘હું સાજો-નવરો છું...’ મોતના સમાચાર પર ભીખુદાન ગઢવીએ કરી સ્પષ્ટતા

અમદાવાદ શાહઆલમ ઘર્ષણ મામલો...
તપાસ કરનાર એજન્સી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે સવારે વધુ 6 આરોપીની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે તોફાની તત્વોની ઓળખ કરી વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે. આ 6 આરોપીઓએ ટોળામાં પથ્થર મારવાની ભૂમિકા ભજવી હતી. સીસીટીવીમાં આ તમામ આરોપીઓ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યા છે. 

આ પોપ્યુલર ગીતે YouTube પર ભૂક્કા બોલાવી દીધા, ઈન્ડિયાનો પહેલો રેકોર્ડ બનાવ્યો

રેલીની પરમિશન માગનાર મુફીસ પકડાયો 
શાહઆલમ તોફાન મામલે વોન્ટેડ આરોપી મુફિસ અહેમદ અનિસ અન્સારીની પણ પોલીસ પકડમાં આવી ગયો છે. મુફીસ અહેમદે શાહઆલમમાં રેલી માટે પરમિશન માંગી હતી. જેના બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ઉપરાંત તેણે સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. ઘટનાના બે દિવસ પહેલા મોડી રાત્રે વીડિયો પોસ્ટ કરી લોકોને વિરોધમાં જોડાવા આહવાન કર્યું હતું. વીડિયોમાં મહદઅંશે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ ભાષાનો પ્રયોગ કરાયો છે. ત્યારે તોફાનો બાદ મુફિસ અહેમદ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયો હતો. જે હવે પકડાઈ ગયો છે. 

fallbacks

અમદાવાદ-વડોદરાના હિંસક તોફાનોમાં જોવા મળી કાશ્મીર પેટર્ન, પ્લાનિંગ જોઈ પોલીસ પણ ચોંકી

પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત
અમદાવાદના શાહઆલમ ખાતે પોલીસ પર થયેલા હુમલામાં પોલીસે બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલું રાખ્યુ છે. રાત દરમિયાન 8 લોકોને રાઉન્ડ અપ કરાયા હતા. ગુનામા સંડોવણી અંગે શક્યતા હોવાથી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ મથકે લવાયેલા યુવકોને મોબાઇલ વીડિયો અને સીસીટીવી બતાવી અન્ય આરોપીની ઓળખ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિક્તા સંશોધન કાયદાના વિરુદ્ધમાં ગુરૂવારે અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુરૂવારે સાંજે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પોલીસ અને લોકો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો, જેમાં અનેક પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનામાં શુક્રવારે 32 શકમંદોની ધરપકડ કરીને મેટ્રો કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે તેમાંથી 13 આરોપીઓના 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજુર કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More