Home> Gujarat
Advertisement
Prev
Next

AIIMS Rajkot : 2020થી મેડિકલ કોલેજની 50 બેઠકની પ્રથમ બેચ થશે શરૂ

વીડિયો કોન્ફરન્સમાં દિલ્હીથી આવેલા ડૉ.સંજય રોયે જણાવ્યું કે, અમે સ્થળ મુલાકાત લીધી છે અને આગામી ફેબ્રુઆરી સુધીમાં ભૂમિપૂજન કરીને એઇમ્સ હોસ્પિટલનું કામ નિર્માણકાર્ય આગામી 2 વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
 

AIIMS Rajkot : 2020થી મેડિકલ કોલેજની 50 બેઠકની પ્રથમ બેચ થશે શરૂ

રાજકોટઃ રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી ગામ પાસે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર સાથેની ભાગીદારીમાં એઈમ્સ હોસ્પિટલના નિર્માણનું આયોજન કરાયું છે. તેના માટે જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે બાંધકામ સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ AIIMSની કામગીરીની સમીક્ષા માટે શુક્રવારે દિલ્હીથી વિશેષ ટીમ આવી હતી અને સ્થળ મુલાકાત લીધી હતી. 

fallbacks

ફેબ્રુઆરી સુધીમાં ભૂમિપૂજન
દિલ્હીથી આવેલા એઇમ્સના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં દિલ્હીથી આવેલા ડૉ.સંજય રોયે જણાવ્યું કે, અમે સ્થળ મુલાકાત લીધી છે અને આગામી ફેબ્રુઆરી સુધીમાં ભૂમિપૂજન કરીને એઇમ્સ હોસ્પિટલનું કામ નિર્માણકાર્ય આગામી 2 વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ નિત્યાનંદનો પાસપોર્ટ પુરો, આશ્રમમાંથી ડિજિટલ ગેઝેટ કરાયા જપ્ત

આ બેઠકમાં રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે, એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ ઝડપથી થાય તેના માટે વહીવટી તંત્ર દ્વારા જમીન સંપાદન, રોડ-રસ્તા, પાણી અને વીજળી સહિતની વ્યવસ્થા માટે કાર્યવાહી ચાલુ છે. ડેપ્યુટી કલેક્ટરે રેલવે બ્રિજ અંગેની કામગીરી પણ પૂરજોશમાં ચાલુમાં હોવાનું જણાવ્યું હતું. 

ડ્રગ્સની ચુંગાલમાં વડોદરાઃ 6 ડ્રગ ડીલર અને 56 ડ્રગ્સ બંધાણી ઝડપાયા

2020થી પ્રથમ બેચ શરૂ કરવાની તૈયારી
આ બેઠક પછી પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના (PMSSY) ડાયરેક્ટર ડૉ.સંજય રોય અને એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન ડૉ.આર.દીક્ષિતે મીડિયા સાથે વાત કરતા સંયુક્ત રીતે જણાવ્યું કે, રાજકોટમાં એઇમ્સ હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી બ્લોકનું ટૂંક સમયમાં જ લોકાર્પણ કરવાનું આયોજન છે. કેન્દ્ર સરકાર 2020થી એઇમ્સ હોસ્પિટલની મેડકલ કોલેજની 50 બેઠકની પ્રથમ બેચ શરૂ કરવા માગે છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More