અતુલ તિવારી/અમદાવાદ :કોરોના ફાઈટર્સ અને વોરિયર્સને સન્માન કરવાનો પ્રયાસ ભારતીય સેના દ્વારા પહેલીવાર કરવામાં આવી હતી. આવામા અમદાવાદનું આકાશ ગુંજી ઉઠ્યુ હતું. એક તરફ ઉપર આકાશથી વોરિયર્સને સલામી અને નીચે મ્યૂઝિક બેન્ડ દ્વારા સન્માન. આજે અમદાવાદમાં આઈએએફ દ્વાર ફ્લાય પાસ્ટ યોજાઈ હતી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ઉપરથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને કોરોના વોરિયર્સને સલામી આપી હતી.
ગાંધીનગર એરફોર્સ સ્ટેશનથી ટીમ કોવિડ માટેની સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. કુલ 16 એરફોર્સના જવાનોની ટીમ આવી પહોંચી હતી. જેમાં મ્યુઝિક બેન્ડમાં 8, મેડિકલ સ્ટાફમાં 2, એરફોર્સ પોલીસ 2 અને અન્ય 4 એરફોર્સ કર્મીઓનો સમાવેશ કરાયો હતો. સિવિલ કોવિડ હોસ્પિટલ પાસે દેશભક્તિના ગીતો સાથે કોરોના વોરિયર્સને સલામી અપાઈ હતી. તો આ જ ક્ષણે આકાશમાથી MI17 દ્વારા પણ હોસ્પિટલ પર પુષ્પવર્ષા કરી ડોકટરો, નર્સ, સફાઈકર્મીઓ અને પોલીસ જવાનોને સલામી આપવા ફુલોનો વરસાદ કર્યો હતો. એરફોર્સના 3 એસ.યુ.-30 (સુખોઈ ) યુદ્ધ વિમાનોએ અમદાવાદ અને ગાંધીનગર શહેર પર ફ્લાયપાસ્ટ કર્યું હતું. એરો-હેડ ફોર્મેશનમાં સુખોઇ વિમાનોની આ ઉડાન લો-લેવલ એટલે કે ઓછી ઊંચાઇ પરની ઉડાન હતી.
અમદાવાદ: ગોતા વોર્ડના મહિલા કાઉન્સિલરને કોરોના, ગોદરેજ ગાર્ડન સિટીમાં 3 કેસ પોઝિટિવ
ન કોઈ નેતા, ને કોઈ મોટા મહાનુભાવો, ન કોઈ મહેમાન, ન તો સ્વતંત્ર દિવસ કે ન પ્રજાસત્તાક દિવસ... આ બધુ ન હોવા છતા આજે દેશભરમાં ઈન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટરનો અવાજ આકાશમાં ગુંજી ઉઠ્યો હતો. ભારતીય સેનાની ત્રણેય પાંખે આજે દેશભરમાં કરોનો વોરિયર્સને સલામી આપી હતી. જેમાં અમદાવાદમા કોવિડની સારવાર આપી રહેલા બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં કામ કરી રહેલા કોરોના યોદ્ધાઓને અનોખી રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સ્વાક બેન્ડે પણ હોસ્પિટલના કેમ્પસમાં ધૂન વગાડીને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો હતો. ‘સારે જહા સે અચ્છા...’ જેવી ધૂનો સાથે માહોલ દેશભક્તિભર્યો સર્જાયો હતો. આમ, અમદાવાદની હોસ્પિટલોમાં કોરોના વોરિસર્યને અનોખી રીતે સલામી આપવામાં આવી હતી.
સમગ્ર દેશમાં આવો અનમોલ નજારો જોવા મળશે
આ અનમોલ નજારો આજે સમગ્ર હિન્દુસ્તાનમાં ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી જોવા મળી રહ્યો છે. દિલ્હીના પોલીસ વોર મેમોરિયલમાં સલામી આપતા કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રાજધાનીમાં ભારતીય વાયુ સેનાના વિમાને રાજપથ પરથી ઉડાન ભરી હતી. અહી સેનાના કોરોના વોરિયર્સ અને તમામ ફ્રન્ટ લાઈન યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
શું હતું આયોજન
કોરોના વાયરસ (Coronavirus) ને ડામવા ભારતમાં કામ કરી રહેલા કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપીન રાવતે શુક્રવારે સાંજે આર્મ્ડ ફોર્સિસના આ પહેલની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ભારતીય વાયુસેના (indian air force) 3 મેના રોજ એક ફ્લાયપાસ્ટ (flypast) માં ફૂલોનો વરસાદ કરીને કોરોના વોરિયર્સ પ્રતિ સન્માન આપશે. જનરલ રાવતે કહ્યું કે, વાયુસેના શ્રીનગરથી તિરુવનંતપુરમ સુધી એક ફ્લાયપાસ્ટ કરશે. બીજી ફ્લાય પાસ્ટ આસામના ડિબ્રુગઢથી શરૂ થઈને ગુજરાતના કચ્છ સુધી જશે. તેમાં ટ્રાન્સપોર્ટ અને લડાડુ, બંને પ્રકારના વિમાન સામેલ થશે. ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આવુ પહેલીવાર હશે, જ્યારે પેન-ઈન્ડિયા ફ્લાયપાસ્ટ થવા જઈ રહી છે. નેવીએ પોતાના જહાજો પર રવિવારે રોશની કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કે ઈન્ડિયન આર્મી કોવિડ હોસ્પિટલોની પાસે માઉન્ટેન બેડ ડિસ્પ્લે આયોજિત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે