Home> Gujarat
Advertisement
Prev
Next

અક્ષય કુમારનો આ જબરો ફેન 18 દિવસમાં 900 કિમી ચાલીને પહોચ્યો દ્વારકાથી મુંબઇ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રણજીત પર ગામનો યુવાન સતત 18 દિવસ સુધી ચાલીને 900 કિમી જેટલું અંતર કાપી અક્ષય કુમારને મળવા મુંબઇ પહોંચ્યો હતો. પરબત માડમ નામનો આ યુવાન અક્ષય કુમારને દ્વારકાથી મુંબઈ ચાલીને મળવા પહોંચ્યો હતો. અક્ષય કુમારે ખાસ સેલ્ફી પાડી અને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. અને કહ્યું હતું કે, આ રીતે જોખમ ન લેવું જોઇએ.
 

અક્ષય કુમારનો આ જબરો ફેન 18 દિવસમાં 900 કિમી ચાલીને પહોચ્યો દ્વારકાથી મુંબઇ

રાજુ રુપરેલિયા/દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રણજીત પર ગામનો યુવાન સતત 18 દિવસ સુધી ચાલીને 900 કિમી જેટલું અંતર કાપી અક્ષય કુમારને મળવા મુંબઇ પહોંચ્યો હતો. પરબત માડમ નામનો આ યુવાન અક્ષય કુમારને દ્વારકાથી મુંબઈ ચાલીને મળવા પહોંચ્યો હતો. અક્ષય કુમારે ખાસ સેલ્ફી પાડી અને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. અને કહ્યું હતું કે, આ રીતે જોખમ ન લેવું જોઇએ.

fallbacks

અક્ષય કુમારે સૌરાષ્ટ્રના આ યુવાનની તસવીર અને એક વીડિયો ટ્વિટ કર્યો હતો, અને કહ્યું હતું કે, આ યુવાન 900 કિલોમીટરથી વધુ ચાલીને દ્વારકાથી આવ્યો છે. તેના યોજના પ્રમાણે તે 18 દિવસ પછી આજે રવિવારે મુંબઇ આવી પહોંચ્યો છે. જો આપણા યુવાનો તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની યોજના અને સંકલ્પનો ઉપયોગ કરે છે તો પછી અમને કોઈ રોકતું નથી! આપ સૌને મળવું હંમેશાં ઉત્તમ છે અને તમે મને જે પ્રેમ કરો છો તેના માટે હું આભારી છું પણ કૃપા કરીને આ બાબતો ન કરવા વિનંતી. પરબતને ખૂબ ખૂબ શુભેચ્છા

 

રોજ 50થી 60 કિમી ચાલતો હતો
અક્ષયકુમાર દેશભક્તિની ફિલ્મ્સ કરી સમાજને રાહ ચીંધી એક મેસેજ આપે છે. માત્ર એટલું જ નહીં અક્ષય કુમારની જેમ પરબત પણ પોતે ફિટનેસ મામલે અવ્વલ છે. જેથી અક્ષય કુમાર તેનો ફેવરિટ સ્ટાર છે. તે અક્કીને પગપાળા મળીને યુવાનોને પ્રેરણા આપવા માંગે છે. પરબત 16 ઓગસ્ટના રોજ દ્વારકા મંદિરે દર્શન કરી નીકળ્યો હતો. તે રોજ 50થી 60 કિલોમીટર ચાલતો હતો. તે ચોટીલા, બગોદરા, વડોદરા, સુરત, વાપી થઇને મુંબઇ પહોંચ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More