Home> Gujarat
Advertisement
Prev
Next

વેરાવળ બંદરમાંથી ઝડપાઇ દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટ, એકની ધરપકડ

વેરાવળ બંદરેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ફિશિંગ બોટ દ્વારા ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વેરાવળના નલિયા ગોદી વિસ્તારમાંથી જંગી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

વેરાવળ બંદરમાંથી ઝડપાઇ દારૂનો જથ્થો ભરેલી ફિશિંગ બોટ, એકની ધરપકડ

વેરાવળ: વેરાવળ બંદરેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી ફિશિંગ બોટ ઝડપાઇ છે. ગીર સોમનાથ એલસીબી અને વેરાવળ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નલિયા ગોદી વિસ્તારમાંથી જંગી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેમજ અન્ય 6 શખ્સો ફરાર થઇ ગયા હોવાની માહિતી મળી રહી છે.

fallbacks

વધુમાં વાંચો: નકલી પોલીસનો રોફ જમાવતા 4 શખ્સો, સ્થાનિકોએ ઝડપી કર્યા પોલીસને હવાલે

fallbacks

દરિયાઇ માર્ગે ગુજરામાં વદેશી દારૂની ઘૂસણખોરીનો પર્દોફાશ થયો છે. વેરાવળ બંદરેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ફિશિંગ બોટ દ્વારા ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વેરાવળના નલિયા ગોદી વિસ્તારમાંથી જંગી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગીર સોમનાથ એલસીબી અને વેરાવળ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ધનેશ્વરી નામની ફિશિંગ બોટમાંથી 10 હજાર 597 બોટલ વિદેશી દારૂ તેમજ 2,764 નંગ બિયર મળી કુલ 19.34 લાખનો વિદેશી દારૂ ઉપરાંત 20 લાખની ફિશિંગ બોટ મળીને કુલ 39.34 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે.

વધુમાં વાંચો: જસદણ પેટાચૂંટણી: BJPના વિજય પર હાર્દિકે કહ્યું- 'આખુ પ્રશાસન કામે લગાવ્યું, છતાં 20,000 મતથી જીત'

fallbacks

આ દરમિયાન વેરાવળનો નામચીન હરી ઉર્ફે જાદવ બાંડિયા નામનો બુટલેગર ઝડપાઇ ગયો છે. તેમજ અન્ય 6 શખ્સો ફરાર થઇ ગયા છે. વિદેશી દારૂ દમણથી દરિયાઇ માર્ગે લાવવામાં આવ્યો હતો. આ દારૂ ભરેલી ફિશિંગ બોટ દમણથી વેરાવળ સુધી આવી પહોંચી હતી. ત્યાં સુધી સુરક્ષા વિભાગ અંધારામાં જોવા મળ્યું છે. ત્યારે મરીન પોલીસ સહિત દરિયાઇ સુરક્ષા કરતી એજન્સીઓ સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More