Home> Gujarat
Advertisement
Prev
Next

મુખ્યમંત્રી સાથે મોકળા મનેઃ બાળકોમાં રહેલી શક્તિઓને ખિલવવા શિક્ષકોને કર્યો અનુરોધ

મુખ્યમંત્રીએ બીજી શ્રૃંખલામાં શિક્ષક દિને પુરસ્કૃત શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે શિક્ષણ સુધારણા, ગુણવત્તાયુક્ત શિક્ષણના નાવિન્યપૂર્ણ પ્રયોગો-પ્રવૃત્તિઓ કરવા માટે શિક્ષકોને અનુરોધ કર્યો હતો
 

મુખ્યમંત્રી સાથે મોકળા મનેઃ બાળકોમાં રહેલી શક્તિઓને ખિલવવા શિક્ષકોને કર્યો અનુરોધ

હીતલ પારેખ/ગાંધીનગરઃ 'મુખ્યમંત્રી સાથે મોકળા મને' શ્રૃંખલાની બીજી શ્રેણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને શિક્ષક દિન નિમિત્તે પુરસ્કૃત શિક્ષકો સાથે સંવાદ-ગોષ્ઠિ કરી હતી. તેમણે જણાવ્યું કે, આ ટૂ-વે કોમ્યુનિકેશન છે, એટલે શિક્ષકોના બહોળા અનુભવ અને કારકીર્દીના નિચોડના આધાર ઉપર ભાવિ પેઢીનું ઘડતર શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા થાય તેના મનોમંથન, વિચાર વિનિયોગ માટેનો આ પ્રયોગ છે. 

fallbacks

તેમણે જણાવ્યું કે, સરકારના અન્ય વિભાગોની કામગીરી લક્ષ્યાંક આધારિત હોય છે, પરંતુ શિક્ષણ-વિભાગે તો ભાવિ પેઢીના નિર્માણનું ઉમદા કાર્ય કરવાનું છે. આપણે વિશ્વના પડકારોનો સામનો કરી શકે તેવી સામર્થ્યવાન પેઢી તૈયાર કરવી છે અને તે જ આપણું લક્ષ્ય હોવું જોઇએ. તેમણે રાજ્યના વિવિધ જિલ્લાના શિક્ષકોએ રજૂ કરેલા મંતવ્યોમાં ગુણવત્તાયુકત શિક્ષણ વધારવા તેમજ સેલ્ફ ફાઇનાન્સ ખાનગી શાળાઓ કરતાં સારૂં શિક્ષણ આપીને સરકારી શાળાઓમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તેવી સ્થિતી નિર્માણ કરવાની પહેલને આવકારી હતી.

fallbacks

આ સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "બાયોમેટ્રિક એટેન્ડસ સહિતની ટેકનોલોજી શિક્ષકોને પરેશાન કરવા માટે નહિ પરંતુ નિયમીતતા લાવવા અને તેમની રોજિંદી કામગીરી સરળ કરવાનો સુગ્રથિત પ્રયાસ છે. સરકાર ખૂલ્લા મને શિક્ષણ સુધારણા માટેના સુચારૂ મંતવ્યો આવકારે છે." 

આ કાર્યક્રમમાં શિક્ષકોએ નિવૃત્ત એવોર્ડી શિક્ષકોની સેવાઓનો લાભ લેવા, સમયાંતરે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવા, બુનિયાદી શિક્ષણની સુવિધાઓ વધારવા સહિતના જે મંતવ્યો રજૂ કર્યા તેને મુખ્યમંત્રીએ મુકત મને સાંભળ્યા હતા.

જુઓ LIVE TV....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More