રવિ અગ્રવાલ/વડોદરા: ભારતમાં આધારકાર્ડએ એક મહત્વનું ડોક્યુમેન્ટ બની ગયું છે, જોકે કેન્દ્ર સરકારના આધાર કેન્દ્રની યોજના વડોદરા મહાનગર પાલિકામાં ખોરંભે ચડી છે. કોર્પોરેશનના તમામ આધાર કેન્દ્રો બંધ છે.
દેશમા યુનિક આઇડી તરીકે આધારકાર્ડને ખુબ જ જરૂરી દસ્તાવેજ ગણવામાં આવે છે અને કેન્દ્ર સરકાર હવે તો આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે પણ લિંક કરવા જઈ રહી છે. પરંતુ વડોદરામાં આધાર કાર્ડને લગતી કામગીરી કરતા કોર્પોરેશનના 19 આધાર કેન્દ્રોને તાળા વાગી ગયા છે. કોર્પોરેશને આર્ક ઇન્ફોસોફ્ટ કંપનીને કામ આપ્યું હતું. જોકે આ કંપની એ ઓપરેટરોએને પગાર ના આપતા ઓપરેટરોએ એ કામ બંધ કરી દીધું છે. જેના કારણે કોર્પોરેશનની વોર્ડ ઓફીસમાં ચાલતા આધાર કેન્દ્રોને તાળા લાગી ગયા છે અને નાગરિકોને ખાનગી ઓપરેટરો પાસે આધાર અપડેટ માટે નાણાં ચૂકવવાનો વારો આવ્યો છે.
મોટા સમાચાર: ગુજરાતમાં શું કંઈક મોટી આફત આવશે! અરબી સમુદ્રમાં સર્જાયું છે ખતરનાક...
વડોદરા મહાનગર પાલિકાએ વોર્ડ વાઇઝ આધાર કેન્દ્રો શરૂ કર્યા હતા, જો કે તેનું કામ રાખનાર એજન્સી મેન પાવર પૂરો ન પાડી શકતા આધાર કેન્દ્રોને તાળા મારવા પડ્યા છે. આધાર કાર્ડમાં સુધારા વધારા માટે લોકોને 250 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે, ત્યારે કોર્પોરેશન તંત્ર જાગ્યું છે અને અન્ય એજન્સીને કામ આપવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જણાવી રહ્યા છે. સાથે આગામી થોડાક દિવસોમાં શહેરના તમામ 19 વોર્ડ ઑફિસમાં આધારકાર્ડ નોંધણીની પ્રક્રિયા ફરી શરૂ થઈ જશે તેવો દાવો પણ કરે છે.
વડોદરા મહાનગર પાલિકાએ શરૂ કરેલા આધાર કેન્દ્રો છેલ્લા 2 મહિનાથી બંધ છે, જેના કારણે નાગરિકોને આધાર સુધારણા માટે ધરમધક્કા વધી ગયા છે અને લોકોના નાણાંનો પણ વ્યય થઈ રહ્યો છે, ત્યારે વહેલી તકે આધાર કેન્દ્રો શરૂ થાય તે ખૂબ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે